છેતરપિંડી:ધનસુરાના જશવંતપુરાકંપામાં 11.33 લાખના દિવેલા લઇ રૂપિયા પરત ન કર્યા

ધનસુરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11 લાખનો મુદ્દામાલ વેચાણ રાખી પૈસા નહિ આપતાં છેતરપિંડીની ફરિયાદ
  • રૂપિયા માગતા વાયદા કરતાં મહિલાની ખેડાના 2 અને ધનસુરાના 1 સામે ઠગાઇની ફરિયાદ

ધનસુરાના જશવંતપુરાકંપા (સીમલી)માં 11,33,700ના 944 મણ જેટલા દિવેલા લઈ પૈસા ન આપી છેતરપિંડી કરતાં 3 લોકો વિરુદ્ધ સીમાબેન ભરતભાઇ દેસાઈભાઈ પટેલ રહે. જશવંતપુરાકંપા (સીમલી)એ ધનસુરા પોલીસ સ્ટેશનમાં 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જશવંતપુરાકંપાના સીમાબેનના પતિનું 18 એપ્રિલે અવસાન થયું હતું. આ અગાઉ તેમની જમીનમાં સીમાબેનના પતિ ખેતી કરાવતા અને ઉત્પાદન થાય તેનું વેચાણ કરી હિસાબ તેઓ રાખતા ત્રણ વર્ષથી અશોકભાઇ, વિક્રમભાઇ અને પ્રકાશભાઇ સીમાબેનના પતિ પાસેથી દિવેલાની ખરીદી કરતા હતા.

તા. 10-01-2022ના રોજ ત્રણેય જણાંએ દિવેલા નો ભાવ નક્કી કરી 944 મણ દિવેલા કિં. 11,33,700 લઈ ગયા હતા અને ચેક આપી પૈસા આર.ટી.જી.એસ થી મોકલવાનું કહ્યું હતું. ત્યારબાદ આ પૈસા ખાતામાં ન આવતા સીમાબેનના પતિએ ઉઘરાણી કરતાં વાયદા ઉપર વાયદા કરવા લાગ્યા હતા. ત્યાર બાદ ફરી આપેલ ચેક પણ ખાતામાં અપૂરતા પૈસા ના કારણે રિટર્ન થતાં સીમાબેનના પતિએ વકીલ મારફતે નોટિસ આપી હતી. છતાં પૈસા આપ્યા ન હતા.

સીમાબેનના પતિના અવસાન બાદ આરોપીઓ નો સંપર્ક કરતા આરોપીઓ એ કહેલ કે પૈસા આપી દીધેલ છે. હવે શેના પૈસા માંગો છો તેવી વાતો કરવા લાગેલ અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું. જેથી આ ત્રણેય જણાંએ સ્વર્ગસ્થ સીમાબેનના પતિ ભરતભાઇ દેસાઈભાઈ પટેલને વિશ્વાસમાં લઈ 944 મણ જેટલા દિવેલા કિં. 11,33,700 વેચાણ રાખી પૈસા નહિ આપી છેતરપિંડી વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી એકબીજાની મદદ કરી ગુનો કરતાં 3 સામે ધનસુરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આમની સામે ફરિયાદ
1. અશોકભાઈ રેવાભાઈ પટેલ
2. પ્રકાશભાઈ કાન્તિભાઈ પટેલ ઉપરોક્ત બંને રહે.વ્યાસ વાસણા તા. કપડવંજ
3. વિક્રમભાઈ માલાભાઇ રબારી રહે. રામપુરા.તા. ધનસુરા

અન્ય સમાચારો પણ છે...