ભિલોડાની ઝાંઝરી ચેકપોસ્ટ પાસેથી પસાર થતી ઈકો ગાડીનો ચાલક અને અન્ય શખ્સ પોલીસને જોઇને દારૂ ભરેલી ગાડી મૂકી ભાગી છૂટ્યા હતા. પરંતુ પોલીસે માણસા તાલુકાના ગાંધીનગર જિલ્લાના બંને આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસે ગાડીની તલાશી લેતાં તેમાં વિદેશી દારૂ અને બિયરના નંગ 72 મળ્યા હતા.
ભિલોડા પોલીસ ભાણમેર ઝાંઝરી ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન મોડી સાંજે ત્યાંથી પસાર થતી ઇકો ગાડી નંબર જીજે 18 બી એમ 9983ને પોલીસે અટકાવવાની કોશિશ કરતા ચાલક અને અન્ય શખ્સ રસ્તાની બાજુમાં ગાડી મુકીને ભાગી છૂટ્યા હતા.
જોકે પોલીસે બંનેને કોર્ડન કરીને ઝડપી લીધા હતા. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાં પાછળની સીટ નીચે વિદેશી દારૂ અને બીયરની પેટી નંગ ચાર બોટલ નંગ 72 મળી આવી હતી. પોલીસે આરોપી વિશાલકુમાર રમણભાઈ રાવળ રહે ઇટાદરા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર અને મહેરીયા બળદેવ ભાઇ પુંજાભાઇ રહે રીદ્રોલ તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર બંને સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ઉપરોક્ત બંને આરોપીઓએ રાજસ્થાનના પાટીયા ઠીકાવાળા પાસેથી વિદેશી દારૂ લાવ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે રૂપિયા 13800ની કિંમતનો વિદેશી દારૂ અને ઈકો ગાડી સહિત કુલ રૂ 213800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.