ફરિયાદ:ભુતાવડના રહીશને રૂ 2.50 લાખ વ્યાજે આપી વારંવાર કડક ઉઘરાણી

ભિલોડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવા લાખ જેટલું વ્યાજ ચૂકવવા છતાં વ્યાજની માગણી શરૂ રખાઇ

ભિલોડા તાલુકાના ભુતાવડના એક શખ્સને આશાપુરા જવેલર્સના બે શખ્સોએ રૂ.2.50 લાખ ત્રણ ટકા વ્યાજે આપેલ અને જે પૈકી ભુતાવડના શખ્સ એ કુલ 389900/-પૈસા આપનારના ખાતામાં જમા કરેલ તેમ છતાં પૈસા આપનાર ઈસમોએ પૈસા લેનાર શખ્સ પાસેથી ખોટી રીતે વ્યાજના પૈસાની ઉઘરાણી કરતા બન્ને ઈસમો ભુતાવડમાં રહેતા શખ્સના ઘરે આવીને કહેલ કે અમારા વિરૂધ્ધમાં કેમ પોલીસ સ્ટેશને અરજી આપેલ છે. અરજી પાછી ખેંચી લે તેમ કહી પ્લાસ્ટીકની ખુરશી નીચે પછાડી તોડી નાખી નુકશાન કે મા-બેન સામે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુન્હો કર્યાની ફરિયાદ ભિલોડા પોલીસ સ્ટેશને નોંધાઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભિલોડા તાલુકાના ભુતાવડ ના રણજીતભાઈને ભિલોડાની તિરુપતિ કોમ્પ્લેક્સમાં આવેલ આશાપુરા જવેલર્સના કનૈયાલાલ વસ્તીમલ સોની અને કમલેશભાઈ જૈનએ અઢીલાખ રૂપિયા ત્રણ ટકા વ્યાજે આપેલ અને જે પૈકી રણજીતભાઈ એ કુલ 389900/- ખાતામાં જમા કરેલ તેમ છતાં તેની પાસેથી ખોટી રીતે વ્યાજના પૈસાની ઉઘરાણી કરતા કહેલ કે તે મારી વિરુદ્ધમાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે તે અરજી પાછી ખેંચી લે તેમ કહી પ્લાસ્ટીકની ખુરશી તોડી નાખી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કર્યો હતો બનાવ અંગે ભુતાવડના રણજીતભાઈએ બન્ને ઈસમો વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...