ઓનલાઇન કામકાજ બંધ:ભિલોડા મામલતદાર કચેરીમાં ઓનલાઈન સેવા બે દિવસથી ઠપ

ભિલોડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજદારો પોતાનું કામ કરાયા વિના પરત ફરી રહ્યા છે

ભિલોડા મામલતદાર કચેરીમાં બે દિવસથી ઇન્ટરનેટ સુવિધા બે ઠપ થતાં અરજદારો મુશ્કેલીમાં મૂકાયા છે અને કામ થયા વિના વિલા મોઢે પરત ફરી રહ્યા છે. ભિલોડા ની મામલતદાર કચેરીમાં છેલ્લા બે દિવસથી ઇન્ટરનેટ સેવા બંધ થતાં કચેરીમાં ચાલતા તમામ ઓનલાઇન કામકાજ બંધ થયા છે.

ઇન્ટરનેટ બંધ થતાં જનસેવા કેન્દ્ર ખાતે આવતા અરજદારોને હાલ કોઇ જ સેવાનો લાભ નથી મળી રહ્યો જેથી ઉતારો, આવકના દાખલા, ડોમિસાઇલ સર્ટી, રેશનકાર્ડ જેવી તમામ સેવા હાલ બંધ છે. ઇન્ટરનેટ સેવા ક્યારે ચાલુ થાય તેનો કોઈ નિશ્ચિત સમય નથી પણ હાલ તો અરજદારોએ હાલાકીનો સામનો કરી રહ્યા છે. જનસેવા કેન્દ્રમાં એવા કેટલાય અરજદારોને છતાં કચેરીઓના ધક્કા ખાવાનો વારો આવે છે.

અન્ય સમાચારો પણ છે...