ઉત્સાહ:ભિલોડા બેઠક ઉપર પૂર્વ IPS પીસી બરંડા પર ભાજપે ફરી ભરોસો મૂક્યો

ભિલોડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સામે 11 હજાર મતથી હાર્યા હતા

અરવલ્લી જીલ્લાની ભિલોડા બેઠક પર ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સામે 11 હજાર જેટલા મતથી હારનો સામનો કરનાર પૂર્વ આઇપીએસ પી.સી.બરંડાને ટિકિટ આપી ભાજપે ભરોસો દાખવ્યો છે. ગત વિધાનસભા-2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ર્ડો.અનિલ જોષીયારાને હરાવવા પૂર્વ આઇપીએસ અધિકારી પી.સી. બરંડાને મેદાનમાં ઉતાર્યા હતા

જો કે 11 હજાર જેટલા મતથી હારનો સામનો કરવો પડ્યો હતો તેમ છતાં ભાજપના દિલ્હી બેઠેલા શીર્ષ નેતૃત્વએ ફરીથી પૂર્વ આઈપીએસ અધિકારી પી.સી.બરંડા પર ફરીથી વિશ્વાસ મૂકી ટિકિટ આપતા ભિલોડા-મેઘરજના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ભિલોડા આર.જી.બારોટ કેમ્પસ ખાતે પી.સી બરંડાને વાજતે-ગાજતે સ્વાગત કરી, ફૂલહાર પહેરાવી સ્વાગત કરી પરિસરમાં ફટાકડા ફોડી એક બીજાનું મોં મીઠું કરાવ્યું હતું.

ભિલોડા બેઠક પર ભાજપે પૂર્વ આઇપીએસ પી.સી.બરંડાને રિપીટ કરતા તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિતશાહ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ભુપેન્દ્રપટેલ અને અરવલ્લી જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરી આ ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરી તેમના પર ભાજપ પક્ષે મુકેલ વિશ્વાસ પર ખરા ઉતારશેને ભાર પૂર્વક જણાવ્યું હતું કોંગ્રેસના ગઢ ભિલોડા બેઠક પર કેસરિયો લહેરાવવા માટે કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...