અરવલ્લી જિલ્લા એલસીબીએ ભિલોડા બજારમાં આવેલી મોબાઈલની દુકાનમાં ધાડ પાડી નવા તેમજ રિપેરિંગમાં રહેલા 20 મોબાઈલની ચોરી કરનારા ધનસોર ગામના ત્રણ લબરમૂછિયા ચોરને દબોચી લઇ 19 મોબાઈલ રિકવર કરી ત્રણેય આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. એલસીબીએ ગણતરીના દિવસોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
ભિલોડાના કૈલાશ કોમ્પ્લેક્ષમાં આવેલ મહિમા મોબાઇલ શોપમાં થોડા દિવસ અગાઉ શટર તોડી અંદર રહેલા મોબાઈલની ચોરી થતાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જિલ્લા એલસીબીએ મોબાઈલ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા બાતમીદારો સક્રિય કરતાં ચોરીના મોબાઈલ વેચવા ત્રણ યુવકો ધોલવાણી ચાર રસ્તા પર હોવાની બાતમી મળતાં ધોલવાણી ત્રણ રસ્તા પરથી વિનોદ મહેન્દ્ર અસારી, મેહુલ જીતેન મોડીયા અને સંજય વિદ્યાસાગર ભગોરા (ત્રણે રહે.ધનસોર -ભિલોડા) ને પકડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.