બાયડ તાલુકામાં ચોરીઓના બનાવવામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બાયડમાં ગાબટ રોડ ઉપર આવેલ ખોડીયાર ઈલેક્ટ્રીક તથા મેઇન બજારમાં બસ સ્ટેશન પાસે આવેલ સીતારામ કિરાણા સ્ટોરને તસ્કરોએ નિશાન બનાવી હતી.
આ અંગે બાયડ પોલીસ સ્ટેશનથી મળેલ માહિતી મુજબ બાયડના ગાબટ રોડ ઉપર આવેલ સિદ્ધાર્થભાઈ પંચાલની ખોડીયાર ઇલેક્ટ્રીકની દુકાનમાંથી તસ્કરો મંગળવાર રાત્રિના સુમારે 4 વ્યક્તિઓ દુકાનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી અંદર રહેલ ઈલેક્ટ્રીક સામાન રફેદ દફે કરી અંદરથી કિંમતી સામાન અંદાજે કિંમત બે લાખ ઉપરાંતનો માલ ઉઠાવી જતા ચકચાર મચી ગઈ હતી. તથા દુકાનમાં અંદર પ્રવેશ કરી સીસીટીવી કેમેરા પણ બંધ કરી દીધા હતા. તસ્કરો ચોરી કરવા માટે માર્કસ પહેરી આવ્યા હતા.
ત્યારે બાયડ બસ સ્ટેશન નજીક આવેલ નરસિંહભાઈ પંજાબીની સંતરામ જનરલ સ્ટોરની દુકાનમાંથી તસ્કરો સિગરેટના બોક્સ, તેલના ડબા તથા તમાકુના ડબ્બા મળી કુલ 50,000 ઉપરાંતની તસ્કરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. અગાઉ પણ બાયડ તાલુકામાં અનેક ચોરીઓના બનાવો પોલીસના ચોપડે નોંધાઈ ગયા છે.
ત્યારે અત્યાર સુધી તસ્કરો પોલીસ પકડથી દૂર છે. ત્યારે મંગળવાર રાત્રિના સમયે બાયડની બે દુકાનોમાં ચોરી થતા વહેપારીઓમાં બહેનો માહોલ છવાયો હતો. ત્યારે રાત્રે પોલીસ પેટ્રોલિંગની વાતો કરતી પોલીસનું પેટ્રોલિંગ ફારસ સાબિત થયું છે. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરી તસ્કરોને ઝડપથી પકડે તેવી માંગણી વહેપારીઓએ ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.