સુવિધાના નામે મીંડું:બાયડના ઝાંઝરી ધોધની ત્રણ દિવસમાં હજારો પર્યટકોએ મુલાકાત લીધી

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોલર લાઈટ, રસ્તાના કોઈ ઠેકાણાં નથી, સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા લોક માંગ

બાયડના ડાભા નજીક આવેલ ઝાંઝરીનો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ત્યારે હજારો પર્યટકો છેલ્લા ત્રણ દિવસમાં ઊમટી પડ્યા હતા. ત્યારે આ પર્યટક સ્થળ ઉપર કોઈ સુવિધા ન મળતાં પર્યટકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. સુવિધા ઉપલબ્ધ કરવા લોકમાંગ ઉઠી છે.

ગામના સરપંચ કોકીલાબેન પરમારે જણાવ્યું કે અમારા ગામ પાસે આવેલ ઝાંઝરીનો ધોધ એક વરદાન રૂપ ધોધ છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી હજારોની માત્રામાં પર્યટકો ઉમટી રહ્યા છે. જેને લઇ સ્થાનિકોને પણ રોજગારી મળી રહી છે. ઊંટ ઉપર બેસાડી ઝાંઝરી ધોધ સુધી લોકોને લઈ જવાય છે. આ ધોધ નજીકમાં ગંગાનું મંદિર પણ આવેલ છે હજારો પર્યટકો આ વિસ્તારમાં આવી શાંતિનો અહેસાસ કરે છે. ત્યારે આ વિસ્તારનો વધુ વિકાસ થાય તે જરૂરી છે થોડાક સમય પહેલાં ધોધમાં નાહવા પડતા અમદાવાદના યુવાનોના મોત થયા હતા. ત્યારે આ વિસ્તારમાં લાઈટ તથા રસ્તા બનાવવામાં આવે તેવી માગણી આમ જનતામાંથી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...