આક્રોશ:બાયડના ચેહવાના મુવાડામાં રોડ ન બનતાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

બાયડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઝાદી બાદ રોડ ન બનતાં કંટાળી ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું

બાયડના ગામના પેટાપરા એવા ચેહવાના મુવાડા ગામમાં જવાનો રસ્તો આઝાદી બાદ અત્યાર સુધી ન બનતાં છેવટે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનું એલાન કરતાં વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે મળેલ વિગતો મુજબ બાયડના ડેમાઈ પંચાયતમાં આવેલા પેટાપરા એવા ચેહવાના મુવાડા ગામમાં રસ્તાના પ્રશ્નને લઈ ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો કરી હતી. ગામમાં કોઈ વાહન લઈ જઈ શકતું નથી.

કોઈ બીમાર પડે તો રોડ સુધી ઊંચું કરી અને લાવવું પડે છે આવી અનેક સમસ્યાઓથી ત્રસ્ત બનેલા ગ્રામજનોએ ભૂતકાળમાં અનેક રજૂઆતો કરી છતાં પણ અધિકારીઓએ કોઈ વાત સાંભળી ન હતી હવે કંટાળી છેવટે ગ્રામજનોએ વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી દેતાં જ હલચલ મચી ગઈ છે. ગ્રામજનોએ મોટીસંખ્યામાં ભેગા થઇ રોડ નહીં તો મતદાન નહીં તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...