કપિરાજનો આતંક:બાયડના રમાસમાં કપિરાજના ઝુંડનો આતંક,7ને બચકાં ભર્યા

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રમાસ ગામે એક કપિરાજને પાંજરે પુરવામા આવ્યો - Divya Bhaskar
રમાસ ગામે એક કપિરાજને પાંજરે પુરવામા આવ્યો
  • બાયડના યુવાન અને વન વિભાગની ટીમે 1 કપિરાજને પાંજરે પુર્યો

બાયડ તાલુકાના રમાસ ગામમાં એક કપિરાજના ઝુંડએ ભારે આતંક મચાવી મૂક્યો છે ગામના સાત જેટલા વ્યક્તિઓને બચકા ભરી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અંગે ગ્રામજનો પાસેથી મળેલી વિગતો અનુસાર તાલુકાના રમાસ ગામે છેલ્લા ચાર-પાંચ દિવસથી અજાણ્યા કપિરાજના ઝુંડ આવી ચડી અને ગામના સાત વ્યક્તિઓને કોઈપણ કારણ વિના બચકાં ભરી લઇ ગંભીર ઘાયલ કરી દેતા સમગ્ર ગામમાં ભારે હલચલ મચી ગઈ છે. દિવસ દરમિયાન છેલ્લા કેટલાક સમયથી લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે.

નાના ભૂલકાઓ ઘરમાં મને-કમને પૂરાઇ રહે છે આ પ્રકરણની જાણ બાયડના યુવાન શૈલેષ બારોટ તથા વનવિભાગને કરવામાં આવતાં તુરંત જ યુવાન શૈલેષ દ્વારા કપિરાજોને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. કપિરાજ દ્વારા બચકા ભરેલ વ્યક્તિઓને નજીકની વાત્રક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કપિરાજના આતંકને લઇ ગામમાં ભારે ભયનો માહોલ ઊભો થઈ ગયો છે સત્વરે ઝુંડને પકડવા માટે ગ્રામજનોએ માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...