માલપુરમાં આગામી 24-25 મે ના દિવસે યોજાનાર અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના બદલીના કેમ્પ અગાઉ કેટલાક શિક્ષકોના ઓર્ડર સોશિયલ મિડીયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે શિક્ષણ આલમમાં ચાલતી ચર્ચા મુજબ આગામી તારીખ 24 તથા 25 ના રોજ પ્રાથમિક શિક્ષકોની બદલીનો કેમ્પ માલપુરમાં રાખવામાં આવેલ છે ત્યારે જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા કેટલાક શિક્ષકોના ઓર્ડર વેકેશન પડતાં પહેલાં જ આપી દેવાને લઈ હલચલ મચી ગઈ છે.
એક શિક્ષકના સગાએ નામના લખવાની શરતે જણાવ્યું કે ભૂતકાળના કેટલાંક બદલી કેમ્પોમાં સિનિયોરીટીની ભૂલોના કારણે કેટલાક શિક્ષકે ભૂતકાળમાં ઓર્ડર નો વિરોધ કરી ઓર્ડર ન સ્વીકાર્યો હોવા છતાં પણ આ વખતે ફરીથી ઓર્ડર આપી દેતા ચર્ચાઓ ઉઠી છે જિલ્લાના કેટલાક શિક્ષકો ને ઓર્ડર આપી દઈ શિક્ષકો સ્કૂલોમાં હાજર થઇ જવાની ચર્ચાઓને લઈ અગામી વધઘટ બદલી કેમ્પમાં ભારે હોબાળો મચી જાય તેવા એંધાણ અત્યારથી જ વર્તાઇ રહ્યા છે.
જ્યારે બીજી તરફ બદલીના ઓર્ડરને લઈ કેટલાક યુવાનો મુખ્યમંત્રી તથા સચિવને લેખિત ફરિયાદ કરવાના હોવાનું પણ બહાર આવ્યું છે. જિલ્લામાં કેટલાક શિક્ષકોના બદલીના ઓર્ડર સોશિયલ મીડિયામાં ફરતાં થતાં ચર્ચાઓ વેગવાન બની ગઈ છે.
કંઇ ખોટું નથી કર્યું, ઇ. જિ.પ્રા. શિ. અધિકારી
આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઇન્ચાર્જ શૈલેષ પટેલનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે કઈ ખોટું નથી થયું કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી કરેલ છે છતાં પણ ચર્ચાઓ વેગવાન બની જવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.