રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરોના આતંક સામે લડાયક ભૂમિકા ભજવાઇ રહી છે. ત્યારે બાયડમાં વ્યાજખોરોના આતંકનો લોક દરબાર યોજાતાં એક પણ ફરિયાદ ન આવતા સૌ કોઈ આશ્ચર્ય માં મુકાઈ ગયા છે બાયડમાં જિલ્લા પોલીસ વડા ની સૂચનાથી વ્યાજખોરો થી પીડિત જે પણ કોઈ હોય તે અંગેનો લોક દરબાર રાખવામાં આવ્યો હતો.
આ લોકદરબાર માં બાયડ સાઠંબા તથા આંબલીયારા ના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બાયડમાં યોજાયેલ લોક દરબારમાં એક પણ વ્યાજખોર સામે ફરિયાદ ન આવતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે લોક દરબારમાં તો કેટલાક લોકોએ રામરાજ્ય આવી ગયાનો કટાક્ષ પણ કર્યો હતો. લોક દરબારમાં બાયડ સીપીઆઈ એમ એમ માલીવાડ, બાયડ પીએસઆઇ એસ કે દેસાઈ પીએસઆઇ જી આર ચૌધરી આંબલીયારા પી એસ આઇ એસ બી માલી સ્ટેટ બેંક મેનેજર બાયડ વગેરે હાજર રહ્યા હતા.
એક પણ ફરિયાદ ન આવવા સંદર્ભે બાયડ પીએસઆઇ એસ.કે. દેસાઈએ જણાવ્યું કે લોક દરબારમાં એક પણ ફરિયાદ નથી આવી પરંતુ ખાનગીમાં બાતમી કેટલાક લોકોએ પોલીસને આપી છે જે પણ કોઈ વ્યક્તિ ખાનગીમાં માહિતી આપવા માંગતો હોય તો જિલ્લા પોલીસ વડા કચેરી તથા બાયડ પોલીસ મથકે જાણ કરી શકશે તે અંગે જરૂર કાર્યવાહી કરાશે જરૂર પડે તો એફઆઇઆર પણ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.