આત્મહત્યા:બાયડના નવીવાસણીમાં નદી પાસે પ્રેમી યુગલનો આપઘાત

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતકો તલોદના અદાપુરના હોવાનું બહાર આવ્યું

બાયડ તાલુકાના પશ્ચિમે આવેલ નવીવાસણી ગામ નજીક પસાર થતી માઝૂમ નદીના કિનારે આવેલ વડના ઝાડ ઉપર તલોદ તાલુકાના યુવક તથા યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા હલચલ મચી ગઈ છે. આંબલીયારા પીએસઆઇ પાસેથી મળેલી વિગતો મુજબ તલોદ તાલુકાના અદાપુર ગામે રહેતા યુવક તથા યુવતી બુધવાર બપોરના સુમારે બોલેરો નંબર જીજે 01 ઇટી 1601 લઈ આવી બાયડ તાલુકાના નવી વાસણી ગામ નજીક પસાર થતી માઝૂમ નદીના કિનારે આવેલ એક વડના વૃક્ષ ઉપર યુવતીના દુપટ્ટાથી બંનેએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઇ છે.

આ મામલાની જાણ આંબલીયારા પોલીસને થતા તુરંત ઘટનાસ્થળે દોડી પહોચીં કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવક તથા યુવતીને પોસ્ટમોર્ટમ માટે જીતપુર આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા છે. આ મામલે પીએસઆઇએ બન્નેની ઓળખ કરવાની બાકી હોવાનું જણાવ્યું હતું.ઘટનાથી પંથકમાં ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...