વારંવાર સરકારમાં રજૂઆતો:બાયડ અને માલપુર તાલુકાના તળાવો સહિતના કામ પૂર્ણ કરાવવા રજૂઆત

બાયડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાઇપલાઇન સહિતના કામ ઝડપી પૂર્ણ કરાવવા સીએમને રજૂઆત

માલપુરના પૂર્વ લોકપ્રિય ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પોતાના વિસ્તારના વિકાસના કાર્યો ઝડપથી થાય તેમજ પોતાના વિસ્તારના નાગરિકોની સમસ્યાઓ દૂર થાય તે માટે વારંવાર સરકારમાં રજૂઆતો કરી પોતાના મતવિસ્તારના વિકાસને વેગવંતો બનાવવા સતત પ્રયત્નો કરી રહ્યા છે.

ગત વર્ષે ચોમાસુ નબળું જતાં બાયડ - માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળામાં સિંચાઇ તેમજ પીવાના પાણીની ખુબ મોટી સમસ્યાઓ સર્જાઇ છે, જે અંતર્ગત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોતાના મત વિસ્તારના નાગરિકોને આવનાર સમયમાં સિંચાઇ તેમજ પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા તળાવો અને પાઇપ લાઇનના કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે અને વિસ્તારના જીવાદોરી સમાન વાત્રક જળાશયને ભરવા માટેની પાઇપ લાઇનનું કામ જે હાલ ચાલુ છે તે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...