કાર્યવાહી:શામળાજી પોલીસે પીછો કરી રતનપુર ચેકપોસ્ટ નજીકથી 468 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર પકડી

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે બુટલેગરો રોડ પર કાર મૂકીને ફરાર થવામાં સફળ રહ્યા, કુલ 4.44 લાખની મત્તા જપ્ત

અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી નાના-મોટા વાહનોમાં વિદેશી દારૂ ભરી ઘુસાડવા બુટલેગરો સતત પ્રયત્નશીલ રહે છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક કારનો ફિલ્મી ઢબે પીછો કરી કારની પાછળની ડિકીમાં છલોછલ ભરેલી વિદેશી દારૂની 468 બોટલ ઝડપી લીધી હતી પોલીસે રોડ બ્લોક કરાવતા કારમાં સવાર બંને બુટલેગરો રોડ પર કાર મૂકીની ફરાર થતાં ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરતાં એક શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી કારને પોલીસે અટકાવવાનો પ્રયત્ન કરતાં કાર ચાલકે ફૂલ સ્પીડે કાર હંકારી મૂકતાં પોલીસે કારનો પીછો કરી આગળ રોડ બ્લોક કરાવતા કારમાં સવાર બંને બુટલેગરો કાર રોડ પર મૂકી નાસી છૂટતાં પોલીસે કારની તલાશી લેતાં કારમાંથી 1.44 લાખની વિદેશી દારૂની 468 બોટલ સાથે રૂ.4.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...