ઉજવણી:સાઠંબા ગ્રામ પંચાયત દ્વારા 1000 દીવડાં કરી પૌરાણિક વાવને જીવંત કરી ઉજવણી કરાઈ

બાયડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્લ્ડ હેરિટેજ દિવસ પુરાતત્વ વિભાગ ભૂલી ગયું પરંતુ સાઠંબા પંચાયત ના ભૂલ્યું

એક તરફ વર્લ્ડ હેરિટેજ વીક શરૂ થયો છે. ત્યારે પુરાતત્વ વિભાગ બિલકુલ આળસુ બની ગયું હોય તેમ પ્રાચીન સ્મારકો પ્રત્યે દુર્લક્ષતા સેવી રહ્યું છે. ત્યારે પુરાતત્વ વિભાગને એક બાજુ મૂકી સાઠંબા ગ્રામ પંચાયત દ્વારા ગામની 1000 વર્ષ જૂની પ્રાચીન વાવને સાફ કરી આરતી કરી રોશની કરવામાં આવી હતી.

આ અંગે સાઠંબા ગ્રામ પંચાયતના સરપંચ ગજેન્દ્રકુંવરબા ઋતુરાજસિંહ ઝાલા તથા તલાટી વિરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે સાઠંબા ગામે 1000 વર્ષ ઉપરાંતની જૂની વાવ આવેલ છે. આ વાવ સાઠંબા ગામ તથા આસપાસના ગામડાઓમાં પ્રસિદ્ધ છે. આવનારી પેઢી આ વાવને ભૂલી ન જાય તે હેતુથી વર્લ્ડ હેરિટેજ વિક ઉજવણી સંદર્ભે પંચાયત બાલ ગણેશ મહોત્સવ સમિતિ સહજાનંદ સ્કૂલ અતુલ્ય વારસો અમદાવાદ વગેરે સંસ્થાઓ દ્વારા સમગ્ર વાવની સફાઈ કરી સોમવારે મોડી રાત્રે 1000 જેટલા દીવડા પ્રગટાવી સમગ્ર વાવને જીવંત કરી દીધી હતી.

દીવડાથી ઝગમગતી વાવને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જે કામ પુરાતત્વ વિભાગને કરવાનો હતું તે પંચાયત તથા સેવાભાવી સંસ્થાએ કરતા પુરાતત્વ વિભાગની બેદરકારીને લઈ પ્રજામાં રોષ ઉભો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...