બાયડ શહેરમાં ગુરુવાર રાત્રિના સુમારે ચોઇલા રોડ ઉપર રોમિયોને માર મારવાનો કિસ્સો બહાર આવ્યો છે. માતા પિતાની ગેરહાજરીમાં ઘરમાં ઘૂસેલા રોમિયોને મારતાં સમગ્ર મામલો ટોક ઓફ ઓફ ધી ટાઉન બની ગયો છે .
બાયડ શહેરમાં શહેરીજનો મોડી રાતના સમારે ભોજન બાદ અવારનવાર ચાલવા નીકળે છે. ત્યારે બાયડના બાઇક લઇ રખડતાં રોમિયો એ ચાલવા નીકળેલ યુવતી સાથે આંખ મિલાવી હતી. ગુરુવાર રાત્રિના સુમારે માતા-પિતા અમદાવાદ ગયા હોવાને લઈ યુવતી ને મળવા યુવક ચોઇલા રોડ ઉપર આવેલ મકાન માં પહોંચી ગયો હતો. જેઓ ઘરની અંદર પ્રવેશે તે પહેલા જ અચાનક જ યુવતીના માતા-પિતા પરત ઘરે આવતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. યુવતીના પિતા તથા અન્ય મિત્રોએ ભેગા મળી આ રોમિયોની બરાબર ધુલાઇ કરી હતી.
જ્યારે મારાથી બચવા રોમિયો બાઈક લઇ ગાબટ રોડ ઉપર પહોંચ્યો હતો ત્યાં બાઈક સ્લીપ ખાતાં વધુ ઇજાઓ પહોંચી હતી. માર ખાનાર રોમિયોના કેટલાક લોકોએ મોબાઇલના કેમેરામાં ફોટા પણ કેદ કરી લીધાનું બહાર આવતા રોમિયો ફોટા વાયરલ ન થાય તે માટે આજીજી કરવા પણ પહોંચ્યો હોવાની માહિતી મળી હતી. બાયડમાં આવા રોમિયોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે પોલીસ મહિલાઓની સુરક્ષા ને લઈ સાંજથી જ પેટ્રોલિંગ શરૂ કરે તેવી માગણી જાગૃત શહેરીજનોએ ઉઠાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.