નિર્ણય:ક્વોરી એસોસીએશન દ્વારા દરેક મટિરિયલ પર ભાવ વધારો જાહેર

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાયડ નજીક મળેલ ત્રણ જિલ્લાની બેઠકમાં નિર્ણય કરાયો

સમગ્ર રાજ્યમાં એક તરફ કવોરી ઉદ્યોગકારોને સરકાર સાથે મડાગાંઠ ઉકેલાતાં રાજ્યમાં હડતાલ એસોસિએશન દ્વારા પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે ત્રણ જિલ્લાની બેઠકમાં મટીરીયલ ઉપર ભાવ વધારો થઈ ગયો છે. કવોરી એસોસિએશન દ્વારા સમગ્ર રાજ્યમાં સજ્જડ હડતાળ પાડી દેતા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી હતી જેને લઇ એસોસીએશન તથા સરકાર વચ્ચે મડાગાંઠ ઉકેલાઇ જતાં હડતાલ પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે બુધવારના રોજ સવારે બાયડ નજીક હોટલ ઉપર સાબરકાંઠા અરવલ્લી તથા ખેડા જિલ્લાના કવોરી માલિકો તથા એસોસિએશનની બેઠક યોજવામાં આવી હતી

આ બેઠકમાં ગુજરાત રાજ્ય કવોરી એસોસિયેશનના ઉપપ્રમુખ રામાભાઇ પટેલ મણીભાઈ પટેલ ડી.એન.પટેલ જગદીશભાઈ પટેલ પ્રદીપ પટેલ વગેરેની હાજરીમાં બેઠક સવારે 10 થી 12 30 સુધી યોજવામાં આવી હતી અઢી કલાક ચાલેલી આ બેઠકમાં સરકાર સાથે થયેલો વાતચીતનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો.

1ટન નો જાહેર થયેલ ભાવ

મટીરીયલજુનો ભાવનવો ભાવ
કપચી480530
મેટલ380430
ગ્રીટ260310
6. એમએમ180230
ડસ્ટ170220
ક્વોરી વેસ્ટ160210
વેટ મિક્ષ225275
જીએસબી180230
અન્ય સમાચારો પણ છે...