જૂથ અથડામણ:ગાબટ નજીક રૂપનગરમાં વરઘોડામાં મારામારી, પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણને ઇજાઓ, હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી

બાયડ તાલુકાના ગાબટ નજીક આવેલ રૂપનગર ગામમાં વરઘોડો નીકળતા બે જૂથ વચ્ચે મારામારી થતા મામલો તંગ બન્યો હતો. આ મામલે સાઠંબા પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

રૂપનગર ગામે સોમવારના રોજ બપોરના સુમારે ગામમાં વરઘોડો નીકળ્યો હતો. ડીજેના તાલે ઝુમતા હતા તેવી વેળાએ અચાનક જ બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી જતા ગામમાં વાતાવરણ તંગ બની ગયું હતું. આ વાતની જાણ સાઠંબા પોલીસને થતાં તત્કાળ પોલીસે ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જોકે મોડે સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી આ મારામારીમાં ત્રણ ઉપરાંત વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...