રોષ:બાયડ તાલુકાના તેનપુર, નવી વાસણી, જૂની વાસણીમાં રાત્રે ડ્રોન ઊડતાં પોલીસ બોલાવાઇ

બાયડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ કલાક હવામાં રહ્યા બાદ તમામ ડ્રોન ગાયબ થઇ ગયા

બાયડ તાલુકાના પશ્ચિમે આવેલા કેટલાક ગામોમાં બુધવાર મોડી રાત્રીના સુમારે અચાનક ઉડતા ડ્રોનને લઇ ચર્ચાઓ વેગવાન બની ગઈ છે અચાનક આવી ચડેલા ડ્રોનો ને લઇ આંબલીયા પોલીસને જાણ કરાઇ હતી. આ અંગે મળેલી વિગતો અનુસાર બુધવાર મોડી રાત્રીના સુમારે તેનપુર નવી વાસણી તથા જૂની વાસણી ગામોમાં ગ્રામજનો સુવાની તૈયારી કરતા હતા તે સમયે અચાનક જ આ ગામોમાં કેટલાક ઉડતા ડ્રોન આવી ચડતા મોડી રાત્રે ભારે હલચલ મચી ગઈ હતી અસંખ્ય ગ્રામજનો હવામાં ઉડતા ડ્રોન ને લઇ વિચારમાં પડી ગયા હતા.

જ્યારે કેટલાક ગ્રામજનો એ આ બાબતે આંબલિયારા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી મોડી રાત્રીના સુમારે બનેલ આ ઘટનાને લઇ પ્રજામાં રોષ સાથે ભય ફેલાયો હતો એક તરફ બાયડ તાલુકાના પશ્ચિમના ગામોમાં ઉડતા ડ્રોનેએ હલચલ મચાવી હતી. ત્યારે દિલ્હીથી આવેલ સર્વે ટીમ દ્વારા સર્વે કરવાની ચર્ચા તથા કોઈ ટીખળખોર દ્વારા આ કૃત્ય આચર્યા હોવાની પણ ચર્ચા ઉઠી હતી. દોઢ કલાક હવામાં રહ્યા બાદ તમામ ડ્રોન ગાયબ થઇ ગયા હતા

અન્ય સમાચારો પણ છે...