બસ ડેપો દ્વારા અવારનવાર નવીન બસો શરૂ કરવામાં આવતા પ્રજાને રાહત થઈ ગઈ છે. ત્યારે વર્ષોથી માગણી બાયડ તાલુકાની જનતાની બાયડથી ગારિયાધાર બસ સેવા શરૂ કરવા માટે હતી. ત્યારે આ બસ સેવા શરૂ કરવામાં આવતા તેને લીલી ઝંડી આપવામાં આવી હતી.
બાયડ ડેપોના મેનેજર કીર્તન ભાઈ પટેલે જણાવ્યું કે બાયડ શહેરની જનતાની વર્ષોથી બાયડ ગારિયાધાર બસ શરૂ કરવા માટે માગણી હતી જે વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. જે લક્ઝરી બસની સેવા બુધવારના રોજથી શરૂ કરી દેવામાં આવી છે.
આ બસ બાયડથી દહેગામ બગોદરા, ધંધુકા પાલીતાણા ના માર્ગે ગારીયાધાર પહોંચશે સાંજે 6:45 કલાકે આ બસ ડેપોથી નીકળશે આ બસ ને લીલી ઝંડી આપતી વેળાએ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, ડીએમઇ વાઘેલા ભાઈ નગરપાલિકા પ્રમુખ સ્નેહલ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.