છાત્રોમાં ચિંતા:બાયડ હાઈસ્કૂલના ધોરણ 10ના 30 છાત્રોનું પરિણામ અટકતાં રોષ

બાયડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેકનિકલ કે અન્ય કારણ ને લઇ પરિણામ અટકતાં છાત્રોના વાલીઓમાં ચિંતા પ્રસરી

બાયડમાં આવેલ હાઈસ્કૂલના ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓના પરિણામ અટકી જતા વાલીઓમાં ચિંતા પ્રસરી જવા પામી છે. આ મામલે બાયડના ધારાસભ્ય તથા પૂર્વ ધારાસભ્યએ તત્કાળ પરિણામ જાહેર કરવા માંગણી ઉઠાવી છેઆ અંગે બાયડ ધારાસભ્ય જશુભાઈ પટેલ તથા પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ જણાવ્યું કે બાયડ ખાતે આવેલ એન એચ શાહ હાઈસ્કૂલમાં ધોરણ 10માં પરિણામો માં વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. ત્યારે બાયડ સેન્ટરના 30 જેટલા વિદ્યાર્થીઓના પરિણામો કોઈક કારણસર અટકી જતા હલચલ મચી છે.

આ મામલે શિક્ષણ બોર્ડ માં કરેલી લેખિત રજૂઆત મુજબ કોરોના સમયમાં વિદ્યાર્થીઓ ભારે ગભરાયેલા હતા. કોઈ ટેકનિકલ કે અન્ય કારણ ને લઇ 30 જેટલા વિદ્યાર્થીઓના પરિણામ જાહેર નથી કરવામાં આવ્યા ત્યારે કોઈપણ ક્ષતિ ને ધ્યાને લીધા વગર તત્કાળ વિદ્યાર્થીઓના હિતમાં બોર્ડ પગલાં ભરી સત્વરે પરિણામ જાહેર કરે તેવી માગણી ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...