રોષ:બાયડ તાલુકા પંચાયતના ભાજપ સદસ્યને સાઠંબા GEBએ ઉદ્ધતભર્યો જવાબ આપતાં રોષ

બાયડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાયડના રૂપનગર ગામમાં 1 મહિનાથી થાંભલો પડી ગયો છે. - Divya Bhaskar
બાયડના રૂપનગર ગામમાં 1 મહિનાથી થાંભલો પડી ગયો છે.
  • તા.પં. સદસ્યે નમી ગયેલ થાંભલો હટાવવાનું કહેતા થાંંભલા ઉભા કરવાનું કામ અમારું નથી કહ્યું

બાયડના સાઠંબામાં વીજ કંપનીને થાંભલા બાબતે તાલુકા પંચાયતના ભાજપના મહિલા જ સદસ્યને ઉદ્ધતભર્યો જવાબ આપતાં ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરાશે. બાયડના રૂપનગર ગામમાં બાલુસિંહના ઘર આગળ જ્યોતિગ્રામની લાઈનનો એક વીજ થાંભલો છેલ્લા ઘણા સમયથી નમી ગયેલો છે. ત્યારે આ નમી ગયેલ થાંભલો પશુપાલક તથા ખેડૂતોએ ટેકો મારી ટકાવી રાખ્યો છે.

ગત તા. 1 ના રોજ ટેલિફોનિક ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં બાયડ તાલુકા પંચાયતના ભાજપના જ સદસ્ય સોનલબેને ફરિયાદ કરતા સાઠંબા વીજ કંપનીમાંથી થાંભલા સીધા કરવાનું કામ વીજ કંપનીનું નથી તેવો ઉદ્ધત જવાબ આપતાં વિવાદ ઉભો થયો છે. આ મામલે પ્રાંતવેલ તાલુકા પંચાયત સદસ્ય પરમાર સોનલબેને આક્રોશ ચલાવતાં જણાવ્યું કે અધિકારીઓ મન ફાવે તેમ વર્તન કરી રહ્યા છે. બુધવારે મેં ફરિયાદ કરી તો પણ આ થાંભલા બાબતે ઉદ્ધત જવાબ આપતા હવે ઉચ્ચકક્ષાએ વીજ કંપનીના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ કરાશે તેમ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...