બાયડ માર્કેટયાર્ડમાં ગુરૂવારે અચાનક જ ટેકાના ભાવે ચણાની ખરીદી ઓચિંતી જ બંધ કરતાં ખેડૂતો રોષે ભરાયા હતા. મહા મહેનતે લાવેલ ઉપજ ફરીથી પાછી લઈ જવાતા ખેડૂતોને આર્થિક નુકસાન થઈ ગયું હતું. જેને લઇ ભારે સૂત્રોચ્ચાર ખેડૂતોએ કરી મૂક્યા હતા. બાયડના દોલપુરના જીગ્નેશભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ તથા અશોકભાઇ પટેલે આક્રોશ ઠાલવતા જણાવ્યું કે એક તરફ ખેડૂતોને જાણ કરી ગુરૂવારે બોલાવાયા હતા.
ત્યારે ખેડૂતોએ મહા મહેનતે પોતાનો પકવેલ ચણાને ટ્રેક્ટરો બળદગાડા વગેરે વાહનોમાં લાવી અને માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા હતા. જ્યાં અચાનક જ જિલ્લા ખરીદ વેચાણ સંઘ દ્વારા ચણા ની ખરીદી બંધ કરી દેવાતા ખેડૂતો ભારે રોષે ભરાઇ ગયા હતા. મહામહેનતે ગરમીમાં ખેડૂતોને બોલાવાય છે અને બીજી તરફ ચણાની ખરીદી બંધ કરતાં ખેડૂતો સાથે મજાક કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.સત્વરે ચણાની ખરીદી શરૂ કરવામાં આવે તેવી માગણી ખેડૂતોએ ઉઠાવી છે
સંઘે ઓનલાઇનનું કનેક્ટિવીટીનું બહાનું આગળ કર્યું
આ અંગે ખરીદ વેચાણ સંઘના ક્લાર્ક દુર્ગેશભાઇ પટેલે જણાવ્યું કે ઓનલાઇન કનેક્ટીવીટી બંધ થવાથી ચણાની ખરીદી બંધ કરી છે. ખેડૂતોની થયેલ નુકસાન બાબતે બોલવા તૈયાર ન હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.