પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડની સાફસફાઈ માટે સરકાર શાળા દીઠ સંખ્યા મુજબ 1000 થી 1800 સુધીની ગ્રાન્ટ ફાળવતી હોવા છતાં કેટલીક શાળાના આળસુ અને નિર્દયી શિક્ષકો ગ્રાન્ટ ઉપયોગ કરવાના બદલે શાળામાં અભ્યાસ કરતાં બાળકો પાસે સાફસફાઈ કરાવતા હોવાની બૂમો વચ્ચે મોડાસાની મહાદેવપુરા અને રસુલપુર પ્રાથમિક શાળાના બાળકો પાસે સાફ સફાઈ કરાવતાં વાલીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. બંને શાળામાં શાળાના ગણવેશમાં જ બાળકોને હાથમાં સ્લેટ પેનની જગ્યાએ ઝાડુ લઇ શાળા પરિસર અને વર્ગખડમાં સાફ સફાઈ કરાવાય છે.
શાળામાં કચરો કાઢવાની સાથે સાથે તેને એકઠો કરી નિકાલ કરવાની પણ જવાબદારી બાળકો પાસે કરાવાય છે. શાળામાં શિક્ષકો પહોંચી પહેલા શાળાના વર્ગખંડ અને શાળા પરિસર તેમજ શાળાની બહાર પણ બાળકો પાસે સફાઈ કરાઇ રહ્યા હોવાના ફોટા તથા વીડિયો વાયરલ થયા હતા.
કસૂરવારો સામે કાર્યવાહી કરાશે: TPO
આ મામલે મોડાસા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી લીલાબેન સુવેરાનો ટેલિફોનિક સંપર્ક કરતાં જણાવ્યું કે સ્વચ્છતાની ગ્રાન્ટ શાળાઓમાં અપાય છે. આ મામલે બંને શાળામાં લેખિતમાં અહેવાલ માગવામાં આવ્યો છે ત્યારે જે પણ ગુનેગાર હશે તો નોટિસ આપી કાર્યવાહી કરાશે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઅર્ચનાબેન ચૌધરીએ આ મામલે અમારી કચેરીએ આ પ્રકરણમાં અહેવાલ માંગેલ છે. બંને શાળામાં મળતી ગ્રાન્ટ સમગ્ર પ્રકરણમાં શાળાઓ ખાતે સંખ્યા મુજબ ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે જે 1000 થી 1800 સુધી આપવામાં આવે છે મહાદેવપુરા પ્રાથમિક શાળામાં 1800 તથા રસુલપુર પ્રાથમિક શાળામાં 1000 ગ્રાન્ટ આપવામાં આવતી હોવાનું ટીપીઓએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.