આપઘાત:બાયડના ધોમ ગામે સાસરિયાંના ત્રાસે મહિલાએ ગળા ફાંસો ખાધો

બાયડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ, સાસુ-સસરા દિયર અને દેરાણી સામે ફરિયાદ

બાયડના સાઠંબા નજીક આવેલ ધોમમાં પરિણીતાએ સોમવાર બપોરના સુમારે સાસરિયાઓના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પતિ સહિત સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સાઠંબા પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ બાયડના ધોમમાં રહેતા કપિલાબેન ઉંમર વર્ષ (28) ને તેમના સાસરિયાઓ દ્વારા અવારનવાર ઘરના કામકાજ ને લઇ ઝઘડો કરી વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો.

આ ત્રાસથી કંટાળી છેવટે મહિલાએ સોમવારના રોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પોતાના ઘરની અંદર જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલાની જાણ અન્ય લોકો ને થતા તુરંત જ 108 વાન બોલાવી સારવાર માટે લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ મહિલાનું મૃત્યુ થયું હતું.

આ મામલે સૂર્યાબેન કોટવાલ રહે. વિરણીયા તા. માલપુરે સાઠંબા પોલીસ મથકે મૃતક મહિલાના પતિ નરેન્દ્ર સિંહ સોલંકી સસરા ભલસિંહ સોલંકી, સાસુ અંબાબેન સોલંકી, દિયર જયદીપસિંહ સોલંકી તથા દેરાણી ભાવનાબેન સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...