દૂધ ઉત્પાદકોનું સન્માન:બંને જિલ્લામાં સાબરડેરીમાં સૌથી વધુ દૂધ બાયડના 7 દૂધ ઉત્પાદકોએ ભરાવ્યું

બાયડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાબરડેરીમાં 1 થી 10 નંબરમાં દૂધ ભરાવવામાં 5 મહિલાઓનો સમાવેશ
  • સાબરડેરીના ​​​​​​​ચેરમેન શામળભાઇના પત્ની દૂધ ભરાવવામાં 10 મા નંબરે રહ્યા

સાબરકાંઠા તથા અરવલ્લીના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા ગુરૂવારની સાધારણ સભામાં સૌથી વધુ દૂધ ભરનાર દૂધ ઉત્પાદકોનું સન્માન કરાયુ હતું. ડેરીમાં દૂધ ઉત્પાદકોની આવક એક વર્ષમાં એક કરોડથી પણ ઉપરાંત થઈ જવા પામી છે. જેમાં બંને જિલ્લામાં સાૈથી વધુ દૂધ ભરાવનાર 1 થી 10 નંબરમાં આવવાવાળા દૂધ ઉત્પાદકોમાંથી 7 બાયડ તાલુકાના દૂધ ઉત્પાદકો છે.

સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલ પાસેથી મળેલ વિગત મુજબ સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લામાં 58 મી સાધારણસભામાં ડેરીમાં યોજાઇ હતી.સાબર ડેરી દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ 1 થી 10 દૂધ ભરનાર દૂધ ઉત્પાદકોમાં બાયડ તાલુકાના 7 દૂધ ઉત્પાદકોનો સમાવેશ થાય છે જેમાં ગાબટના દૂધ ઉત્પાદકને પ્રથમ નંબર મળતા ખુશી છવાઇ છે.10 દૂધ ઉત્પાદકમાંથી 5 મહિલાઓ
કુલ 10 ઉત્પાદકોમાંથી 5 દૂધ ઉત્પાદકો મહિલાઓ છે. જેમાં બાયડ તાલુકાની રણેચી દૂધ મંડળીમાં બે મહિલાઓ ત્યારે બાયડ તાલુકાની સાંઈ કૃપા પીપોદરા દૂધ મંડળીની મહિલા તથા પેન્ટર પુરા શામળીયા ફાર્મની મહિલાનો સમાવેશ થાય છે.
ડેરીના ચેરમેનના પત્ની દસમા નંબરે
સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલના પત્ની તારાબેન પટેલ પણ દૂધ ઉત્પાદક માં દસમા નંબરે આવ્યા છે. તેઓએ 198120 લિટર દૂધ ભરી 6223317 રકમ મેળવી છે.
વર્ષ 2021 થી 2022 1 થી 10 નંબર આવેલ દૂધ ઉત્પાદકોના નામ
1. મંડળી ગાબટ બાયડ
નામ ધન લક્ષ્મી ડેરી ફાર્મ
દૂધ 429603 લિટર
રકમ 11837251
2. મંડળી રણેચી દૂધ મંડળી બાયડ
નામ પટેલ નયનાબેન ધર્મેન્દ્રભાઈ
દૂધ 326859 લિટર
રકમ 9253108
3મંડળી માલપુર
નામ પટેલ અલ્પેશભાઈ જયંતીભાઈ
દૂધ 304350 લિટર
રકમ 8876608
4. મંડળી બાદરપુરા બાયડ
નામ પંકજભાઈ પટેલ
દૂધ 272218 લિટર
રકમ 7805066
5. મંડળી રાધે દૂધ કેન્દ્ર ભેટાલી ઈડર
નામઅશોકભાઈ પટેલ
દૂધ 263982 લિટર
રકમ 8378504
6. મંડળી. રણેચી. બાયડ
નામ.પટેલ પારૂલબેન બીપીનભાઈ
દૂધ.251156 લીટર
રકમ.7120183
7. મંડળી. કામધેનુ ડેરી ફાર્મ હિંમતનગર
નામ.અશ્વિનભાઈ પટેલ
દૂધ.222867 લીટર
રકમ.6758343
8. મંડળી. શામળીયા ફાર્મ બાયડ
નામ ભૂમિકા બેન પટેલ
દૂધ 206028 લીટર
રકમ 6352473
9. મંડળી સાઈ કૃપા ફાર્મ બાયડ
નામ પટેલ રમીલાબેન
દૂધ 205551 લીટર
રકમ 6314718
10.
મંડળી પીપોદરા. બાયડ
નામ તારાબેન એસ.પટેલ
દૂધ 198120 લીટર
રકમ 6323317

અન્ય સમાચારો પણ છે...