લમ્પી રોગનો ભરડો:બાયડ તાલુકામાં શંકાસ્પદ લમ્પીનો પગપેસારો, 7 પશુના સેમ્પલ લેવાયા

બાયડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી જિલ્લામાં 140 ટીમો પશુઓના સર્વેલન્સમાં લાગી: તંત્ર

એક તરફ લમ્પી વાયરસને લઈ પશુપાલકોના જીવ ઊંચા નીચા થઇ ગયા છે. ત્યારે બાયડ તાલુકામાંથી શંકાસ્પદ લમ્પી વાયરસના 7 જેટલા સેમ્પલ લેવાતા હલચલ મચી છે. આ અંગે વધુ વિગત આપતાં નાયબ પશુપાલન અધિકારી કવેશભાઈ પટેલે જણાવ્યું કે અરવલ્લી જિલ્લામાં લમ્પી વાયરસને લઈ તપાસ શરૂ કરાઇ છે. આનાથી પશુપાલકોને ગભરાવાની જરૂર નથી અરવલ્લી જિલ્લામાં 140 જેટલી સર્વેલન્સ ટીમો કામે લાગી છે ત્યારે બાયડ તાલુકામાંથી 7 જેટલા સેમ્પલ લેવાયાનું જાણવા મળ્યું હતું. બાયડ તાલુકામાં પીપોદરા વસાદરા તથા ટોટુ ગામેથી સેમ્પલ લેવાનું જાણવા મળ્યું છે.

જિલ્લામાં 90 જેટલા ગામોમાં પશુપાલન વિભાગ દ્વારા સર્વે પૂર્ણ કરાયું છે ત્યારે જિલ્લાની તમામ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીઓને ગ્રામ પંચાયતમાં જાણ કરવા માટે પેમ્પલેટ પણ મોકલી અપાય છે. જ્યારે જિલ્લાની દૂધ મંડળીઓમાં પણ સાબર ડેરીને સાથે રાખી પેમ્પલેટ નું વિતરણ પણ કરાયુ હતું. આ વાયરસ ને લઈ જિલ્લાના પશુપાલકોમાં ભયનો માહોલ ઊભો થયો છે ત્યારે બાયડ તાલુકામાં મોટી સંખ્યામાં પંજાબથી ગાયો લાવી અને વેચવાનો ધંધો હોવાને લઈ તબેલા ઉપર તપાસ કરવા પણ માગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...