બાયડ નગરપાલિકા ના ચીફ ઓફિસર રજા પૂર્ણ કર્યા બાદ અચાનક જ એક્શન મોડમાં આવી ગયા હોય તેમ એક જ રાતમાં 20 જેટલા પશુઓને પકડી પાંજરાપોળ મોકલી આપ્યા છે. બાયડ નગરપાલિકા વારંવાર યેન કેન પ્રકારે વિવાદમાં આવી જાય છે ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર સાવીબેન સોની એક્શન મોડ માં આવ્યા છે
બાયડમાં રખડતા પશુઓનો ભારે આતંક હતો અનેક લોકો પશુઓની હડફેટે આવતા હતા નગરમાં તો પશુ તથા આખલાઓ નો યુદ્ધ આમ બની ગયું હતું ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર સાવીબેન સોનીએ સવાર ના સમયે થી નગરપાલિકાની ટીમને રખડતા પશુ પકડવા માટે અભિયાન શરૂ કર્યું હતું જેમાં 10 જેટલા આખલા તથા 10 ગાય મળી કુલ 20 જેટલા પશુઓને પાંજરે પૂરી નરોડા પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. નગરમાં રખડતા પશુઓ ઓછા થઈ જતા પ્રજાને મહદ અંશે રાહત થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.