બેઠક:સરકાર માંગણી નહીં સ્વીકારે તો દિવાળી સુધી હડતાળ ચાલુ રહેશે : ક્વોરી એસો.

બાયડ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાયડમાં ચાર જિલ્લાના કવોરી એસોસિયેશનની બેઠક યોજાઇ
  • ​​​​​​​ધંધો બદલી નાખીશું પરંતુ હવે પીછે હઠ નહીં કરીએ : રમણભાઈ પટેલ

અરવલ્લી જિલ્લા સાથે 4 જિલ્લાના ક્વોરી માલિકો તથા એસોસિયેશનના હોદ્દેદારોની બેઠક બાયડ ખાતે યોજવામાં આવી હતી. જેમાં મક્કમતાપૂર્વક આગળ વધવાનો નિર્ણય કરવામાં આવતાં સરકારી કચેરીઓ સહિત કોન્ટ્રાક્ટરોમાં હલચલ મચી ગઈ છે. સમગ્ર મામલામાં ગુજરાત રાજ્ય ક્વોરી એસોસિયેશનના ઉપપ્રમુખ રમણભાઈ પટેલે આક્રોશ ઠાલવતા જણાવ્યું કે સરકાર લેખિતમાં જ્યાં સુધી માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. હાલમાં દિવાળી સુધી મક્કમતાપૂર્વક લડત આપવામાં આવશે છતાં પણ નિર્ણય આવે તો ધંધા બંધ કરી દઈશું.

આ અંગે વધુ વિગત આપતા ગુજરાત રાજ્ય કવોરી એસોસિયેશનના ઉપપ્રમુખ રમણભાઈ પટેલે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી સરકાર સમક્ષ ઉદ્યોગને લઈ રજૂઆતો કરી હતી. પરંતુ કોઇ યોગ્ય નિર્ણય ન આવતા કવોરી ઉદ્યોગકારોએ હડતાલ પાડી દીધી છે. જ્યારે બાયડ નજીક આવેલ હોટેલમાં બુધવારના રોજ અરવલ્લી, સાબરકાંઠા, ખેડા તથા મહિસાગર જિલ્લાના ક્વોરી માલિકો તથા એસોસિએશનના હોદ્દેદારોની બેઠક યોજવામાં આવી હતી.

જેમાં સરકાર દ્વારા યોગ્ય પ્રત્યુત્તર ન મળતાં તમામ ઉદ્યોગોને દિવાળી સુધી સદંતર બંધ રાખવાનો કડક નિર્ણય કરી દેવામાં આવ્યો છે. આ હડતાળને લઈ હજારો શ્રમજીવીઓ, ટ્રક માલિકો, સ્પેરપાર્ટની દુકાન માલિકો, પેટ્રોલપંપના માલિકોને સીધી અસર વર્તાઈ રહી છે. એક તરફ આ નિર્ણય થવાને લઇ મીટ માંડી બેઠેલા સરકારી અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને કામ પુરું કરવાને લઈ ભારે દ્વિઘામાં મૂકાઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...