એક તરફ ધોરણ 10 તથા ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ગેરરીતિ ન થાય તે માટે કમર કસવામાં આવી રહી છે ત્યારે ગાબટ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા સમય દરમિયાન અચાનક જ ડીપીમાં બ્લાસ્ટ થતાં હલચલ મચી ગઈ હતી.
અંગે વધુ વિગત આપતા ગબડ હાઈસ્કૂલના આચાર્ય રાજેન્દ્રભાઈ સેવકે જણાવ્યું કે પરીક્ષા સમય દરમિયાન અચાનક જ પરીક્ષા કેન્દ્ર નજીક આવેલ વીજડીપીમાં બ્લાસ્ટ થતાં સ્કૂલમાં લાઈટ પંખા બંધ થઈ ગયા હતા. અચાનક બનેલા બનાવને લઈ વીજ કંપનીમાં પણ ભારે દોડધામ મચી ગઈ હતી જ્યારે બ્લાસ્ટ થવાને લઇ વિદ્યાર્થીઓ ડગાઈ ગયા હતા તુરંત જ હાઇસ્કુલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા સ્કૂલના બાર જેટલા સીસીટીવી કેમેરા 8 જેટલા પંખા તથા લાઈટો બળી જતા હજારો રૂપિયાનું નુક્સાન સ્કૂલને થઈ જવા પામ્યું છે ત્યારે પરીક્ષાને લઈ નવા સીસીટીવી કેમેરા તથા પંખા નાખવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.