ઠેરઠેર પાણી ભરાયાં:બાયડ અને ધનસુરામાં ધોધમાર વરસાદ, નદીઓ બે કાંઠે

બાયડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાયડ તાલુકામાં સોમવાર રાત્રે થી મંગળવાર વહેલી સવાર સુધીમાં સાડા ત્રણ ઇંચ થી વધુ ઇંચ વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા બાયડ ના લાખેશ્વરી ગાબટ રોડ મલાણીયા વિસ્તાર સહિત અનેક સ્થળોએ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યારે બાયડ નજીક આવેલ કાંસની નદી બંને કાંઠે વહેતી થતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા વરસાદને લઈ ખેડૂત આલમમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

સોમવારે રાત્રે થી લઈ સવાર સુધી સારા પડેલ વરસાદના લીધે બડોલી અને કુકડીયામાં ઘઉંવાવ નદીમાં બે કાંઠે પાણી આવતાં કુકડીયા ગામના ગ્રામજનો બાળકો સાથે નદી જોવાં માટે ઉમટી પડ્યાં હતા.} સંજય નાયક, ઋષિ નાયક

ધનસુરા|ધનસુરામાં સોમવાર મોડી રાત્રે ધોધમાર વરસાદ પડતાં તળાવ છલોછલ ભરાયું હતું. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. }રવિ પટેલ

નેશનલ હાઇવે નં.8 પર રોડ લેવલના અભાવે પાણીનો નિકાલ થતો નથી...
હિંમતનગર| ચોમાસાના ઝરમર વરસાદમાં પણ નેશનલ હાઇવે નંબર 8 પર ચંદ્રાલાની આગમન હોટલ અને મજરા તલોદ ચોકડી ઓવર બ્રિજની વચ્ચે લેવલના અભાવે પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ વચ્ચે ચિલોડાથી હિંમતનગર તરફના રોડ પર ઢીંચણ સમા પાણીમાં વાહનો પાણી ઉડાડતા પસાર થાય છે. ત્યારે તંત્ર દ્વારા રોડ બનાવતા સમયે પાણીના નિકાલની તકેદારી રાખી ન હોવાનુ પૂરવાર થઇ રહ્યુ છે.

મજરા- તાજપુરકૂઈ રોડ પર ઢીંચણસમા પાણી ભરાયાં
તાજપુરકુઈ| પ્રાંતિજ ના મજરા અને તાજપુર કુઈ રોડ પર અને બ્રિજ પર ઢીંચણસમા પાણી ભરાતાં વાહન ચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલી ઉભી થઇ હતી. બંને સર્વિસ રોડ પર પણીનો નિકાલ ન થતા વાહન ચાલકો જીવના જોખમે વાહનો પાણીમાં નાખી પસાર થાય છે .

ઇડરના પોશીના ગામમાં બસ સ્ટેશનથી સ્કૂલ થઇ સ્મશાન તરફ જતા રસ્તા પર વરસાદી પાણી ભરાયાં
હિંમતનગર| ઇડરના પોશીનામાં બસ સ્ટેશનથી સ્કૂલ થી સ્મશાન તરફ જતા રસ્તા ઉપર વરસાદી માહોલમાં પાણી ભરાતા સ્થાનિકોને તકલીફ પડે છે. સ્થાનિક લોકોમાં રોડની ઉત્તર દિશાએ ખેડૂતોએ દબાણ કરેલું હોઇ આ બાબતે સ્થાનિક પંચાયતે મામલતદારને અવારનવાર રજૂઆત કરેલ હોઇ કેનાલ કરવા બાબતે પણ પ્રશાસન અત્યારે કોઈ ધ્યાનમાં લેતું નથી.

કેનાલમાં વાછરડુ પડી જતાં ફાયર વિભાગે બહાર કાઢ્યું
હિંમતનગર | હિંમતનગરના મોતીપુરા આદર્શ સ્કૂલની સામે આવેલ કેનાલમાં સોમવારે સાંજે એક ગાયનું વાછરડું પડી ગયું હોવાની જાણ શહેરીજનોએ ફાયર વિભાગને કરતાં ફાયર સ્ટાફે વાછરડાને બહાર કાઢી જીવ બચાવ્યો હતો.

વિજયનગર| વિજયનગરના જાલેટીના અનિલભાઈ મકવાણાના જણાવ્યાનુસાર મંગળવારે સવારે વિજયનગર ભિલોડા સ્ટેટ હાઇવે પર પરવઠ નજીક ઝાડ પડી જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. જોકે સમયસર તંત્ર ને જાણ કરતાં ઝાડ હટાવતાં વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો. }બિપીન નગારચી

વડાલી તાલુકાના મોરડ- ધામડી વચ્ચે ડીપ પર વધુ પાણી વહેતા ત્રણ ગામના લોકો અટવાયા, પુલ બનાવવા સ્થાનિકોની માંગ
વડાલી |વડાલી તાલુકામાં સોમવાર રાત્રે વધુ વરસાદને કારણે મોરડ પાસે આવેલ મોટા વાંઘા પરના ડીપ પર વધારે પાણી વહેતા કુબાધરોલ ધામડી મોરડ ત્રણ ગામો સંપર્ક વિહોણા થતાં પુલ બનાવવાની લોક માગ ઉઠી છે.આ અંગે સ્થાનિક નાગરિકે જણાવ્યું કે દર ચોમાસામાં વરસાદ થોડો વધુ આવી જતા ડીપ ઉપર પાણી વહેવા લાગે છે.

કોઈ ઇમર્જન્સી હોય ત્યારે લોકોને અટવાઈ જવાનો વારો આવે છે અને તાલુકા મથકે જતા નોકરી ધંધાવાળા લોકોને હાલાકીનો ભોગવવી પડે છે જ્યારે પાણીનો પ્રવાહ વિરામ લે અને થોડુક પાણી ઓછું થાય ત્યારે તમામ લોકોએ આ ડીપ પર થી અવરજવર કરી શકે છે. જેથી પુલ બનાવવામાં આવે તો સમસ્યાની ઉકેલ નીકળી શકે છે.}જૈમિન ભાવસાર

અન્ય સમાચારો પણ છે...