ધમકી આપતાં હલચલ:બાયડના દાદાના મુવાડામાં પતિ બાબતે બે મહિલાઓમાં મારામારી

બાયડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કપડાં ધોવાનું પાટિયું મારતાં એક મહિલાને દાખલ કરવી પડી
  • મારા પતિ પાછળ કેમ પડી છે કહી શક રાખી ઝઘડો કર્યો

બાયડના ઇન્દ્રાણના દાદાના મુવાડામાં બે મહિલાઓ વચ્ચે પોતાના પતિ પાછળ પડી હોવાની બાબતને લઈ મારામારી તથા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો અને ઝઘડામાં મહિલાને કપડાં ધોવાનું પાટિયું મારતાં મહિલા ઘાયલ થતાં દાખલ કરવાની ફરજ પડી હતી.

આ અંગે મળેલ માહિતી મુજબ દાદાના મુવાડામાં રહેતા ઉષાબેન ચૌહાણે આપેલ ફરિયાદ મુજબ ગામના સંગીતાબેન જીતેન્દ્રસિંહ ચૌહાણ તેમના પતિ પાછળ કેમ પડી છે તેઓ શક રાખી રવિવારના રોજ સાંજના સમારે અચાનક આવી ઉષાબેન ઉપર કપડાં ધોવાના લાકડાના પાટિયાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં હલચલ મચી ગઈ હતી બે મહિલાઓ ની મારામારીમાં ઉષાબેનને ઇજા પહોંચતા 108 દ્વારા સારવાર આપવામાં આવી હતી. આ મામલે પોલીસે ઉષાબેનની ફરિયાદ લઈ સંગીતાબેન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાથી ગામમાં ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...