ખેડૂતોમાં ભારે આક્રોશ:અનિયમિત વીજળીને લઇ નાગાનામઠના ખેડૂતોનો સાઠંબા UGVCLમાં હલ્લાબોલ

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજકંપનીમાં ફોન કરવા છતાં અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ
  • રાત્રે દોડી આવેલા ખેડૂતોનો ગુસ્સો જોઈ વીજ કંપનીના કર્મચારીઓ રફૂચક્કર થઈ ગયા

બાયડના સાઠંબામાં વીજ કંપનીની કચેરીએ નાગાનામઠના મોટી સંખ્યામાં ખેડૂતોએ અપૂરતા વીજપુરવઠાને હલ્લાબોલ કરતા વીજ કંપનીના હોશકોશ ઉડી ગયા હતા વારંવાર લાઈટ ન મળવાને લઈને રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી ન થતાં ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો હતો.

સાઠંબા વીજ કંપનીના વહીવટને લઇને ચારેતરફ બૂમરાડો મચી રહી છે ત્યારે બાયડના નાગાના મઠ ગામના પંથકમાં ખેતીલક્ષી લાઈટ વારંવાર બંધ કરી દઈ ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મુકતા છેવટે કંટાળી ખેડૂતો ભેગા થઈ સાઠંબા વીજ કંપનીની કચેરી એ ગત મોડી રાત્રે દોડી પહોંચતાં કંપનીના કર્મચારીઓના હોશકોશ ઉડી ગયા હતા.

ખેડૂતોએ આક્ષેપ કરતાં જણાવ્યું કે વારંવાર ફોન કરવા છતાં પણ ખાડે ગયેલ તંત્ર દ્વારા યોગ્ય ઉત્તર ખેડૂતોને આપવામાં આવતો નથી. ખેતરોમાં લાઈટો જતી રહેવા ને લઇ ખેડૂતો ને આર્થિક ફટકો પડી રહ્યો છે. આ મામલે ખેડૂતો વીજ કંપનીની કચેરી પહોંચતાં વીજ કંપનીના કર્મચારીઓ રફૂચક્કર થઈ ગયા હતા જેને લઇ ખેડૂતોમાં ભારે આક્રોશ ઉભો થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...