દુર્ઘટના:બાયડના વસાદરામાં કરંટ લાગતાં ડમ્પર ચાલકનું મોત

બાયડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધનસુરાના બુટાલનો શખ્સ કપચી ખાલી કરવા ગયો હતો
  • સામેથી આવતી ગાડીના ચાલકને બચાવવા જતાં ડમ્પર વીજપોલ સાથે અથડાતાં વાયર ડમ્પર ચાલક પર પડ્યો

બાયડ તાલુકાના વસાદરા ગામમાં શુક્રવાર રાત્રિના સમયે ડમ્પર ચાલક કપચી ખાલી કરતો હતો. ત્યારે સામેથી આવતી ગાડીના ચાલકને બચાવવા જતાં વીજપોલ સાથે અથડાતાં વાયર ડમ્પર ચાલક પર પડતાં વીજ કરંટ લાગતાં મોત નિપજ્યું હતું. ઘટનાથી ગામમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે બાયડ પોલીસને જાણ થતાં બાયડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે મળેલ માહિતી મુજબ ધનસુરાના બુટાલમાં રહેતા હસમુખભાઈ ધીરુભાઈ ડાભી વસાદરા ગામમાં શુક્રવાર રાત્રિના સમયે રસ્તો બનતો હતો ત્યાં કપચી ખાલી કરવા ગયા હતા ત્યારે અચાનક સામેથી ગાડી આવતા બીજા ડ્રાઇવરને બચાવવા જતાં તેમનો ડમ્પર વીજ પોલ સાથે અથડાયો હતો. વીજપોલ સાથે અથડાયા બાદ જીવંત વીજ વાયર પડતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ બાયડ પોલીસને થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાથી ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...