તંત્રમાં મચી દોડધામ:પ્રજાલક્ષી કામ તત્કાળ કરો, વિકાસકામોમાં રાહ ન જોવા CMની અધિકારીઓને તાકીદ

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાયડમાં મુખ્યમંત્રીએ અચાનક મુલાકાત લેતાં વહીવટી તંત્રમાં દોડધામ મચી
  • જયઅંબે મહિલા મંદબુદ્ધિ આશ્રમમાં સોલાર પ્લાન્ટ લગાવવા રજૂઆત કરાઇ

બાયડમાં ગુરૂવાર સવારે રાજ્યના મુખ્યમંત્રીએ અચાનક મુલાકાત લઇ અધિકારીઓમાં દોડધામ મચી હતી. મુખ્યમંત્રીએ પ્રજાલક્ષી કામ તત્કાળ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. બાયડમાં આવેલ જય અંબે મહિલા મંદબુદ્ધિ આશ્રમમાં બુધવાર મોડી સાંજે ગુરૂવારે સીએમ આવવાની જાણ કરાતાં આખી રાત અધિકારઓમાં દોડધામ મચી હતી. વહેલી સવારે મુખ્યમંત્રીએ આશ્રમની મુલાકાત કરી અને મંદબુદ્ધિ બહેનો ને પડતી મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી હતી.

આ અંગે આશ્રમના પ્રમુખ અશોકભાઈ જૈન તથા વિનુભાઈ પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રીને આશ્રમ ની કામગીરી અંગે માહિતી આપી અને સોલાર પ્લાન્ટ લગાડવા માગણી કરાઇ હતી. જેમાં મુખ્યમંત્રી દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી ઝડપથી પ્લાન્ટ મૂકાશે તેમ જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ આશ્રમની ડાયરીમાં નોંધ તરીકે લખ્યું કે આશ્રમની સેવાકીય કામગીરીને દિલથી બિરદાવું છું. આશ્રમ ખાતે રહેતા નેપાળની વ્યક્તિ સાથે તેની આપવીતી પણ ધ્યાનથી સાંભળી હતી.

ત્યારબાદ પાર્ટી પ્લોટમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે મુલાકાત કરી સીએમ પ્રાંત કચેરી પહોંચી અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.જિ.પં. પ્રમુખ લાલસિંહ ચૌહાણ દ્વારા મુખ્યમંત્રીને અધિકારીઓ દ્વારા ઝડપથી કામ કરવાને લઈ જાણ કરાતાં મુખ્યમંત્રીએ અધિકારીઓને પ્રજાલક્ષી કામ તત્કાળ કરવા જાણ કરી હતી અને જણાવ્યું કે જે કામ તત્કાળ થતું હોય તેના માટે રાહ નહીં જોવાની. સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ, તાલુકા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ, પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...