બાયડ તાલુકાના ડેમાઈ ગામના શિક્ષક ને ચેક રિટર્ન કેસમાં બાયડ કોર્ટે એક વર્ષની સાદા કેદની સજા સાથે રકમ ચૂકવવાનો હુકમ કરતા શિક્ષણ આલમમાં હલચલ મચી જવા પામી છે. આ અંગે ફરિયાદી પક્ષના એડવોકેટ ધૈર્ય આર પટેલ એ જણાવ્યું કે ડેમાઈ ગામના શિક્ષક અતુલકુમાર સોમાભાઈ પ્રજાપતિ એ બાયડ તાલુકાના દખણેશ્વર ગામના ભાવિનકુમાર રસિકભાઈ ચૌધરી પાસે મિત્રતા કેળવી હાથ ઉછીના વર્ષ 2017 માં ત્રણ લાખ ઉછીના માગ્યા હતા.
જ્યારે મિત્રતા હોવાને લઈ ભાવિનકુમાર એ હાથ ઉછીના 2.92 લાખ રૂપિયા આપી દીધા હતા જે અનુસંધાને ચેક પણ આપ્યો હતો વારંવાર શિક્ષક મિત્ર ને ઉઘરાણી કરતા ભાવિનકુમાર છેવટે થાકી ચેક ભરતા ચેક બાઉન્સ થતા સમગ્ર મામલો બાયડકોર્ટમાં પહોંચ્યો હતો.
બાયડ કોર્ટમાં ફરિયાદી પક્ષના એડવોકેટ ધૈર્ય આર પટેલ એ ધારદાર રજૂઆત કરતા શિક્ષક અતુલ પ્રજાપતિ ને આરોપી સાબિત કરવામાં સફળતા મળી હતી બાયડકોર્ટ એ ચેક રિટર્ન ના આ કેસમાં અતુલકુમાર પ્રજાપતિને એક વર્ષની સાદા કેદની સજા તથા 2.92 લાખ ચૂકવવાનો હુકમ કરતા શિક્ષકના હોશ કોશ ઉડી ગયા હતા સમગ્ર પ્રકરણમાં શિક્ષકને સજા થતાં તાલુકા ભરમાં ચર્ચાઓ વેગમાન બની ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.