મૃતદેહ મળ્યો:બાયડના ફાટા ધીરપુરા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળતાં ચકચાર

બાયડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાલાસિનોર તાલુકાના ટેકરા વિસ્તારની મહિલાની વહેલી સવારે ઘરેથી નીકળી ગઇ હોવાનું બહાર આવ્યું

બાયડના ફાટા ધીરપુરા ગામમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાંથી બાલાસિનોર તાલુકાના ટેકરા વિસ્તારની મહિલાની લાશ મળી આવતા હલચલ મચી ગઈ હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગે માહિતી મુજબ પારુલબેન વિપુલભાઈ પરમાર રહે. બાલાસિનોર તાલુકાના ટેકરા વિસ્તારની લાશ બાયડના ફાટા ધીરપુરા ગામેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાંથી મળી આવી હતી. અગમ્ય કારણોસર પારૂલબેન વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા. ત્યારે ઘરેથી નીકળી ગયા બાદ સુજલામ સુફલામ કેનાલમાં તેમની લાશ મળી આવી હતી. આ વાત વાયુ વેગે પ્રસરતાં કેનાલ નજીક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે અકસ્માતે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...