બાયડ તાલુકાના સાઠંબા ગામે 19 વ્યક્તિઓને લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરી પ્રાંત અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. સાઠંબા બસ સ્ટેન્ડ નજીક તેઓની વડીલોપાર્જિત જમીન આવેલ છે આ જમીન નો જુનો સરવે નંબર 345/1 છે. તથા નવો સરવે નંબર 978 છે આ જમીન વર્ષો પહેલા રોડ નીકળવા ને લઈ બે ભાગમાં વહેંચાઇ ગઇ હતી એક શાકભાજી વેચનાર વ્યક્તિએ ૧૯૯૧માં બનાવટી દસ્તાવેજ બનાવી નામે કરી હતી.
જેમાં 1996ના રોજ મામલતદાર કચેરી દ્વારા આ દસ્તાવેજ નામંજૂર પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બનાવટી પાવર ઓફ એટર્ની બનાવી પંચાયતની મદદ લઇ બાંધકામ ની રજા ચિઠ્ઠી ખોટી આકરણી વગેરે મેળવી ત્યારબાદ વીજ કનેક્શન પણ લઈ લીધાનો આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યો હતો સમગ્ર પ્રકરણને લઈ આ જમીન ઉપર અનેક દબાણો થઈ ગયા છે.
ત્યારે અરજદાર દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદો કરી અને જીલ્લા કલેક્ટરમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી જે અનુસંધાને બાયડ પ્રાંત અધિકારી દ્વારા તાજેતરમાં 19 જેટલા વ્યક્તિઓને નોટિસ ફટકારી આગામી ૧૬ તારીખે તમામ દસ્તાવેજ લઈ આવવાનું જણાવ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.