પાણીનો વિકટ પ્રશ્ન:બાયડના ઊંટરડાના 3 ગામોના પાણી માટે વલખાં, બાળકો, મહિલાઓને પાણી ભરવા ભટકવું પડે છે

બાયડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઊંટરડા ગ્રામ પંચાયતના ત્રણ પેટાપરામાં પાણીનો વિકટ પ્રશ્ન થતાં લોકોની પાણી માટે રઝળપાટ - Divya Bhaskar
ઊંટરડા ગ્રામ પંચાયતના ત્રણ પેટાપરામાં પાણીનો વિકટ પ્રશ્ન થતાં લોકોની પાણી માટે રઝળપાટ
  • ભરઉનાળે ગમનપુરા, વિરાજીના મુવાડા તથા જગાજીની મુવાડીના લોકોનો પાણી માટે રઝળપાટ
  • વાસ્મોમાં વારંવાર જાણ કરવા છતાં કામ થતું નથી: સરપંચ

બાયડના પશ્ચિમે આવેલા ઊંટરડા પંચાયતના 3 પેટાપરામાં પાણીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે અને વાસ્મોમાં વારંવાર જાણ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં ગામમાં તંત્ર સામે પ્રચંડ વિરોધ પણ ઉભો થયો છે.

ઊંટરડા પંચાયતના પેટાપરા એવા ગમનપુરા વિરાજીના મુવાડા તથા જગાજીની મુવાડી ત્રણ ગામોમાં પાણીનો વિકટ પ્રશ્ન ઉભો થઇ ગયો છે. 1000 જેટલા પશુઓ તથા 1000થી પણ ઉપરાંત માનવ વસ્તી હોવા છતાં પણ આજે પાણી માટે આ ગામના ગ્રામજનોને ભારે વલખાં મારવાનો સમય આવી ગયો છે. આ ગામોમાં પાણીના તળ ખૂબ જ નીચે જતા રહેવાના લઈ પાણી મળી શકતું નથી વાસ્મો દ્વારા બોર મંજૂર કરાયા છે છતાં અધિકારીઓ મસ્તીમાં રહી આ ગામ ના પ્રશ્ન ને લઇ કોઈ જ કાર્યવાહી ન કરતાં પ્રચંડ જનાક્રોશ ઉભો થઇ જવા પામ્યો છે.

આ ગામના ગ્રામજનોને કેટલા કિલોમીટર કાપી આસપાસ ખેતરોમાં ભટકી અને પાણી લાવવું પડે છે. આ ગામના સરપંચ દશરથસિંહ ઝાલાએ જણાવ્યું કે એક તરફ વાસ્મો વાળા કામ કરતા નથી બીજી તરફ તેનપુરથી ઊંટરડા પાઇપલાઇનનો પ્રશ્ન પણ ઉકેલાતો નથી જેને લઇ આ ગામોમાં પાણીનો વિકટ પ્રશ્ન ઉભો થઇ જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...