તપાસ:ખૂંખાર આરોપી ભાગી છૂટતા બાયડના બે પોલીસ કર્મચારી સસ્પેન્ડ, અન્ય બે સામે ખાતાકીય તપાસ

બાયડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશનો ખૂંખાર આરોપી બાયડ પોલીસના જાપ્તામાંથી છટકી ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસ જવાનો ઉપર ફરજ પર બેદરકારીને લઈ પોલીસ વડાએ કડક પગલાં ભર્યા છે. જેમાં બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારે અન્ય બે કર્મીઓ ઉપર ખાતાકીય તપાસનો આદેશ કરતાં જ હલચલ મચી છે.

તારીખ 1 મેના રોજ ઉત્તર પ્રદેશથી ટ્રાન્સફર વોરંટના આધારે બદરુદ્દીન સૈયદ નામનો ખૂંખાર આરોપી બાયડ તાલુકાના ડેમાઇ ખાતે થયેલ કાર ચોરી પ્રકરણમાં લાવવામાં આવ્યો હતો. જેને બાયડ પોલીસના જવાનો 5મી મેના રોજ ઉત્તર પ્રદેશના સિકંદરાઓ ખાતે લઈ જતા હતા. તે વેળાએ તારીખ 6 મેના રોજ વહેલી સવારે પોલીસના જવાનોને ચકમો આપી બદરુદ્દીન સૈયદ ભાગી છૂટવામાં સફળ નીવડ્યો હતો.

જેને લઇ અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ ગંભીર નોંધ લઇ બાયડ પોલીસના હેડ કોન્સ્ટેબલ મહોબતસિંહ તથા વનરાજસિંહને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે અન્ય બે પોલીસ જવાન મહેશકુમાર ખાટ તથા શૈલેષકુમાર પર ખાતાકીય તપાસના આદેશો આપી દીધા છે. પોલીસ વડાની કડક કાર્યવાહીને લઇ પોલીસ બેડામાં હલચલ મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...