ચૂંટણી ઉપર રોક:બાયડની સરસોલી દૂધ મંડળીની ચૂંટણી આખરે રદ

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લા રજિસ્ટ્રારે ચૂંટણી રદ કરવાનો હુકમ કર્યો - Divya Bhaskar
જિલ્લા રજિસ્ટ્રારે ચૂંટણી રદ કરવાનો હુકમ કર્યો
  • ખોટી રીતે જાહેરનામું બહાર પાડી અને કલેક્ટરની મંજૂરી ન લેતાં કાર્યવાહી

બાયડના સરસોલીમાં દૂધ મંડળીમાં ખોટી રીતે જાહેરનામું બહાર પાડી ખોટા મત લાવવાને લઇ ગામના યુવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતાં સમગ્ર ચૂંટણી ઉપર ગ્રહણ લાગી ગયું છે. કલેક્ટરની મંજૂરી વગર ચૂંટણી કરવાની ઉતાવળને લઇ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ આખરે આળસ ખંખેરી ચૂંટણી ઉપર રોક આપી દીધી છે.

સરસોલી દૂધ મંડળીમાં ખોટી રીતે મતદાર યાદી પ્રસિદ્ધ કરી ખોટા નામ મતદારયાદીમાં લાવી એક તરફી ચૂંટણી કરવાની પેરવી ચાલી રહી હતી. આ અનુસંધાને ગામના યુવાન પ્રેમલભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, જશપાલ ચૌધરી વગેરેએ ખોટી રીતે થતી ચૂંટણી ઉપર રોક આપવા લેખિતમાં જિલ્લા રજિસ્ટ્રારને ફરિયાદ કરી હતી. પરંતુ શરૂઆતથી જ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીની ભેદી હિલચાલ જાણી ગયેલા યુવાનોએ કલેક્ટર કચેરીમાં આ મામલે ફરિયાદ કરતાં કલેક્ટર કચેરીએ જિલ્લા રજિસ્ટ્રારને કચેરીને ચૂંટણી ઉપર રોક આપવા માટે હુકમ કરવો પડ્યો છે.

હુકમમાં જણાવાયું છે કે અરજદાર જસપાલ ચૌધરીની રજૂઆત મળી છે જેમાં કોરોના અન્વયે સરકાર દ્વારા વખતો વખત જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હતા જેમાં કલેકટરની મંજૂરી બાદ ચૂંટણી કરવાની હોય છે ત્યારે મંડળી દ્વારા કોઈ મંજૂરી લેવાઇ ન હતી. જેથી પૂર્વ કલેક્ટરની મંજૂરી વગર ચૂંટણી થઈ શકે નહીં તેવી રજૂઆત મળી હતી. જે અન્વયે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ સચિવાલય ગાંધીનગરના 04-07- 2020 ના પત્ર મુજબ કલેક્ટરની મંજૂરી બાદ ચૂંટણી કરવાની થાય છે. જેથી મંજૂરી મેળવ્યા બાદ ચૂંટણી કરવી તેવો હુકમ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરાતાં ખોટું કરનાર તત્વોના હોશ ઉડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...