બાગાયત ખેતી:બાયડના ખેડૂતે ડ્રેગન ફ્રુટની ખેતી કરી દોઢ કરોડની કમાણી કરી

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત ડ્રેગનફ્રુટ તથા રોપાનું સાત રાજ્યોમાં વેચાણ કરે છે

બાયડના ખેડૂતે પરંપરાગત ખેતી છોડી અને બાગાયત ખેતી કરી અને મબલખ ઉત્પાદન મેળવ્યું છે બાયડના વતની શ્રીકાંતભાઈ પટેલ દ્વારા વર્ષોથી ઘઉં,મગફળી જેવી પરંપરાગત ખેતી કરવામાં આવતી હતી. આ પરંપરાગત ખેતીમાં ભારે મહેનત કરવા છતાં યોગ્ય વળતર મળતું ન હતું છેવટે ખેડૂતે બાગાયત ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવ્યું છે.

ખેડૂતે જણાવ્યું છે કે પરિવાર સાથે મળી ડ્રેગન ફ્રૂટની ખેતીમાં જંપલાવ્યું છે. 3 વર્ષમાં પ્રતિવર્ષ 15 એકર એમ 60 એકર જમીનમાં થયેલ ડ્રેગન ફ્રૂટની ખેતીનો ખર્ચ બાદ કરતા કુલ 1 કરોડ 58 લાખ ઉપરાંતની આવક મેળવી છે. તેઓ તેમના ખેતરની નર્સરીમાં ડ્રેગન ફ્રૂટના રોપા તૈયાર કરી લોકલ તથા અન્ય રાજ્ય મહારાષ્ટ્ર, વેસ્ટ બંગાળ, યુપી, રાજસ્થાન અને કાશ્મીરમાં પણ વેચાણ કરે છે ખેડૂતે કરેલ ડ્રેગન ફ્રુટ ની ખેતીને આસપાસથી મોટી સંખ્યામાં ખેડૂતો જોવા આવી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...