બાયડ તાલુકામાં પ્રાથમિક શિક્ષકની તાલુકા ટીચર્સ મંડળીની ચૂંટણીમાં બાયડ તાલુકાના શિક્ષકોએ પરિવર્તન સાથે નવા શિક્ષકોને મંડળીનું સુકાન સોપ્યું છે. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શરદભાઈ પટેલ, અનિલભાઈ પટેલ હરિભાઈ પટેલે જણાવ્યું કે બાયડ તાલુકા પ્રાથમિક ટીચર્સ મંડળીની ચૂંટણીના પરિણામો ગુરૂવાર મોડી સાંજે જાહેર થયા હતા. જેમાં આંબલીયારા તથા સાઠંબા બીટમાં શિક્ષકોએ જાતે સમાધાન કરી બિનહરીફ ઉમેદવારો મૂક્યા હતા. જ્યારે બાયડ તથા ડેમાઈમાં ચૂંટણીનો જંગ ખેલાયો હતો.
આ જંગમાં બંને બીટના શિક્ષકોએ મતદાન કર્યું હતું. ગુરૂવાર મોડી સાંજના સુમારે પરિણામો જાહેર થયા બાદ વિજેતા શિક્ષકોના ટેકેદારોએ અબીલ ગુલાલ ઉડાડી ફટાકડા ફોડી વિજય દિવસ ઊજવ્યો હતો. વિજેતા ઉમેદવારોને તાલુકા સંઘના મહામંત્રી શરદભાઈ પટેલ શિક્ષક આગેવાન મયંકભાઈ પટેલ સહિત અનેક આગેવાનોએ ફૂલહાર પહેરાવી ટીચર્સ મંડળીનો ઉત્તમ વહીવટ કરી શિક્ષકોના હિતમાં પગલાં ભરવા શુભેચ્છાઓ આપી હતી.
વિજેતા ઉમેદવારો
આંબલીયારા બીટ
હરિભાઈ મરઘાભાઈ પટેલ, સમીરકુમાર દિનેશભાઈ પટેલ, જીતેન્દ્રકુમાર અંબાલાલ પટેલ, ગાયત્રીબેન કનુભાઈ પટેલ
બાયડ બીટ
અનિલભાઈ લાલજીભાઈ પટેલ, રાજેશકુમાર મણીલાલ પટેલ, આનંદીબેન રોહિત
ડેમાઈ બીટ
કમલેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, શ્રીકાંતભાઈ મોહનભાઈ પટેલ, તરલિકાબેન કનુભાઈ પટેલ
સાઠંબા બીટ
જગદીશભાઈ કાંતિભાઈ પટેલ, નરેશભાઈ ધનાભાઈ પટેલ, હિરેનકુમાર રમેશભાઈ પટેલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.