માલપુરમાં બાયડ તાલુકાના પ્રાથમિક શિક્ષકોના વધઘટ બદલી કેમ્પમાં બાયડની શિક્ષિકાને સિનિયોરીટી મુજબ સ્થળ ન મળતાં કેમ્પમાં ઓર્ડરને લઇ લેખિતમાં વાંધો ઉઠાવતા હલચલ મચી હતી. બાયડ તાલુકાના શિક્ષકોનો બદલી કેમ્પ મંગળવાર બપોરે માલપુરમાં બી.આર.સી.ભવન માં યોજાયો હતો.
બાયડ તાલુકાના પંચાલ સંગીતાબેન નામના શિક્ષિકાએ લેખિતમાં આપેલ અરજી મુજબ તા. 5-11-2004 ના રોજ બાયડની ડાભા પ્રાથમિક શાળામાં હાજર થયા હતા ત્યાર પછી તા. 25-11-2020 ના રોજ ડુગરવાડામાં યોજાયેલ વધઘટ બદલી કેમ્પમાં આમોદરા જૂથની વાઘ વલ્લા પ્રાથમિક શાળામાં ધો.6 થી 8માં વધ શિક્ષક તરીકે મૂકાયા હતા. ત્યારે મંગળવારના વધઘટ કેમ્પમાં ફતેપુરા પ્રાથમિક શાળામાં સિનિયોરીટી મુજબ સ્થળ મળ્યું નથી. જેને લઇ લેખિતમાં ન્યાય માટે અવાજ મહિલા શિક્ષકે ઉઠાવ્યો છે.
અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રમેશભાઇ પટેલના જણાવ્યા મુજબ સતત બે દિવસ ચાલેલા શિક્ષકોના વધઘટ કેમ્પમાં ધો. 1 થી 5 માં 146 શિક્ષકોને ઓર્ડર આપવામાં આવ્યા હતા જેમાં ભિલોડામાં 30 મેઘરજમાં 49 માલપુરમાં 17 ધનસુરા 19 તથા બાયડમાં 31 ઓર્ડર આપવામાં આવ્યા હતા. મોડાસાનો કેમ્પ મંગળવાર મોડી સાંજે શરૂ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.