મેદવારોએ ફોર્મ રજૂ કર્યા:ભાજપના ભીખીબેન પરમાર પાસે રૂ1.20 કરોડની મિલકત

બાયડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભીખીબેન સામે એકેય ગુનો નોંધાયો નથી, 700 ગ્રામ સોનું-ચાંદી
  • બાયડમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યું

બાયડમાં મંગળવારે આપ તાથ ભાજપના ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા. બાયડ વિધાનસભામાં આપનાના ઉમેદવાર ચુનીભાઇ પટેલે ફોર્મ ભર્યું હતું. જ્યારે બીજી તરફ ભાજપના ભીખીબેન પરમારે ફોર્મ ભર્યું હુતં. ભીખીબેન પરમારે રજૂ કરેલ એફિડેટ મુજબ તેમની પાસે કુલ1,20,25,790 ની સ્થાવર તથા જંગમ મિલકત છે તેઓ ધોરણ 12 પાસ છે.

અને તેમની સામે એક પણ કેસ નોંધાયેલ નથી તથા તેમના પતિ ખેડૂત તથા નિવૃત્ત શિક્ષક છે. મંગળવારે વાત્રક રોડ ઉપર આવેલ કોમ્પલેક્ષ થી પ્રાંત કચેરી સુધી રેલી સ્વરૂપે જઈ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. બાયડ વિધાનસભામાં કુલ 11 ફોર્મ મંગળવારના રોજ ભરવામાં આવ્યા છે. ભીખીબેન પરમાર, ચુનીભાઇ પટેલના બે ફોર્મ અન્ય ડમી ફોર્મ તથા અપક્ષ ફોર્મ ભરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...