નવી ગ્રામ પંચાયત આવી:બાયડ તાલુકાની ડાભા ગ્રામ પંચાયતનું વિભાજન કરાયું, રાજ્ય સરકારના ડેપ્યુટી સેક્રેટરી દ્વારા નોટિફિકેશન બહાર પાડી દેવાયું

બાયડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાભા ગ્રામ પંચાયત નું વિભાજન થતા મુખ્યમંત્રી ની સાથે ધારાસભ્ય  સાથે આગેવાનોએ મુલાકાત કરી હતી. - Divya Bhaskar
ડાભા ગ્રામ પંચાયત નું વિભાજન થતા મુખ્યમંત્રી ની સાથે ધારાસભ્ય સાથે આગેવાનોએ મુલાકાત કરી હતી.
  • ડાભા, માનપુર તથા ફતેપુરા ગ્રામ પંચાયત નવી અસ્તિત્વમાં આવી

બાયડ તાલુકા ની ડાભા ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન કરવામાં આવ્યું છે જેમાં નવી ત્રણ ગ્રામ પંચાયતો નું નિર્માણ થઈ ગયું છે નવી ત્રણ ગ્રામ પંચાયતો બનતા ગ્રામજનોમાં આનંદ છવાયો હતો. આ અંગે વધુ વિગત આપતા તાલુકા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ જણાવ્યું કે બાયડ તાલુકા ની ડાભા ગ્રામ પંચાયતમાં ઘણા સમયથી વિભાજનને લઈ રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે ગુજરાત રૂરલ હાઉસિંગ રૂરલ ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં બાયડ તાલુકાની ડાબા ગ્રુપ ગ્રામ પંચાયત નું વિભાજન કરી નવીન ત્રણ ગ્રામ પંચાયતો બનાવવામાં આવી છે

આ પંચાયતો બનતા જ ગામોમાં આનંદ છવાયો હતો ત્યારે નવીન પંચાયતો બનતા વિકાસ કાર્યને વધુ વેગ મળશે ડભા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ડાભા, ભજપુર, માનપુર, ફતેપુરા ગુલાબપુરા તથા જોધપુર ગામનો સમાવેશ થયો હતો જેમાં નવી ડાભા, માનપુર તથા ફતેપુરા એમ ત્રણ ગ્રામ પંચાયતો નવી અસ્તિત્વમાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...