નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ભારે ચરૂ ઉકળી રહ્યો હતો. ત્યારે સામાન્ય સભામાં ભડકો થયો હતો. જેને લઈ શહેરમાં ભારે હલચલ મચી ગઈ છે. ભાજપના છ સભ્યોએ ભારે વિરોધ નોંધાવતા કોંગ્રેસે ટેકો આપતાં 13 વિરુદ્ધ 10 મતોથી હિસાબો તથા પાડવામાં આવેલા ખર્ચના બિલો પેન્ડિંગ થઈ જતા ખડભળાટ મચી ગયો છે. ત્યારે ભારે વિરુદ્ધને લઈ પ્રમુખના હોશ ઉડી ગયા હતા.
આ અંગે મળેલ વિગત મુજબ બાયડ નગરપાલિકામાં બુધવારના રોજ સામાન્ય સભા મળી હતી. ત્યારે શાસક પક્ષ પાલિકામાં પ્રમુખ સ્નેહલ પટેલ દ્વારા એક હથ્થુ શાસન ચલાવવાને લઈ છેલ્લા ઘણાં સમયથી અસંતોષ હતો. સામાન્ય સભામાં ભારે વિરોધને લઇ ત્રિમાસિક હિસાબો ખર્ચના બિલો કારોબારી પ્રોસેડિંગ બહાલી જેવા કામોમાં કોંગ્રેસના સાત તથા ભાજપના છ સભ્યો મળી તમામ કામો પેન્ડિંગ કરી દીધા હતા.
સમગ્ર પ્રકરણને લઈ જિલ્લાનું ભાજપ આ મામલામાં નિષ્ફળ રહ્યું હોય તેમ નગરમાં ચર્ચા ઊભી થઈ હતી ભાજપમાં જ ભારે અસંતોષને લઈ કારોબારી અધ્યક્ષ તથા નગરપાલિકા પ્રમુખ સામસામે બોલાચાલીમાં આવી જતા મામલો ગરમાયો હતો ત્યારે વડાપ્રધાનના નરેન્દ્ર ભાઈ મોદીના આગમન પહેલા જ બાયડ પાલિકામાં ભડકો થઈ જતા હલચલ મચી હતી.
વિરોધ કરનાર સદસ્યોના નામ
બાયડ નગરપાલિકાની સામાન્ય સભામાં એજન્ડાના કામોમાં વિરોધ પ્રવીણ કુમાર પટેલ, જ્યોતિકાબેન પટેલ, અરવિંદભાઈ પ્રજાપતિ, રાધાબેન ચૌહાણ તથા હર્ષદભાઈ પટેલનો સમાવેશ થાય છે.
પ્રમુખ કારોબારી અધ્યક્ષ સામ સામ
પાલિકાની સામાન્ય સભામાં પ્રમુખ સ્નેહલ પટેલ તથા કારોબારી અધ્યક્ષ પ્રવીણ પટેલ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. જેમાં સમગ્ર પ્રકરણને સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ સમક્ષ લઈ જવા માટે પ્રમુખે તથા કારોબારી અધ્યક્ષ દ્વારા જુદાજુદા વિડીયો ઉતારવા માટે સૂચના આપી હોવાનું પણ જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.