ફરિયાદ:અરવલ્લી જિ.પં.કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર પટેલ ઉપર દીકરાના છૂટાછેડાને લઈ હુમલો

બાયડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીના સગાએ ઘરે આવી લાકડીઓથી મારમારી સોનાનો દોરો ખૂંચવી લીધો
  • ​​​​​​​અધ્યક્ષના પત્નીને પણ મારતાં 22 વિરુદ્ધ સાઠંબા પોલીસમાં ફરિયાદ નોંધાઇ

બાયડના ગાબટના તથા અરવલ્લી જિ.પં. કારોબારી અધ્યક્ષને તેમના પુત્રના છૂટાછેડા પ્રકરણને લઈ તેમની પત્ની સાથે મારતાં સાઠંબા પોલીસ મથકે 22 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાતાં હડકંપ મચી ગયો છે. બીજી બાજુ કારોબારી અધ્યક્ષના પર પણ ફરિયાદ કરવા ચક્રો ગતિમાન કરાયા હતા.

સાઠંબા પોલીસ મથકે થી મળેલ વિગતો મુજબ અરવલ્લી જિ.પં.ના કારોબારી અધ્યક્ષ તથા ગાબટના જીતેન્દ્રભાઈ પટેલ તથા તેમના પત્ની છાયાબેન પટેલના પુત્ર ઉત્કર્ષ ના છૂટાછેડા આપવાના પ્રકરણને લઈ શનિવાર સવારે મોટી સંખ્યામાં યુવતીના સગાઓ એકઠા થઈ ઘરે આવી ગાળો બોલી જીતેન્દ્રભાઈ પટેલ તથા તેમના પત્ની છાયાબેન પટેલને લાકડાથી માર મારી સોનાનો દોરો ખૂંચવી લેતા ભારે હલચલ મચી ગઈ હતી. આ મામલે જીતેન્દ્રભાઈ પટેલે સઠંબા પોલીસ મથકે 22 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સમજણ વધશે એટલે સમાજના પ્રશ્નો આપોઆપ હલ થઈ જશે
સમાજના અગ્રણી ર્ડા.જી.એન. ચૌધરીએ જણાવ્યું કે, સમજણ વધશે એટલે સમાજના પ્રશ્નો આપોઆપ હલ થઈ જશે. આદર્શ સમાજ કેવો હોવો જોઈએ. જ્યાં દવાખાનું ઓછું હોય, ક્રિમિનલ કેસ ઓછા હોય, જ્યાં માનસિક તણાવ નથી તે સમાજ આદર્શ સમાજ છે. સમાજનું મૂળ કુટુંબ છે. કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ન હોવો જોઈએ. સમાજમાં આદર્શ લગ્ન વ્યવસ્થા હોવી જોઈએ. સમાજમાં વધી રહેલ અંધશ્રદ્ધા દૂર કરી વ્યસનમુક્ત સમાજ બનાવવા પર ભાર મૂક્યો હતો. દીકરીના લગ્નના નિર્ણય જ આદર્શ રીતે લેવાય તેવું આયોજન કરાશે તેમ જણાવ્યું હતું.

આમની સામે ફરિયાદનોંધાઇ
રોશનભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, નિકુલભાઇ પટેલ, વિજયભાઈ પટેલ, પ્રણવભાઈ પટેલ, પ્રજ્ઞેશભાઈ પટેલ, રતિભાઈ પટેલ, બીપીનભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, મુકેશભાઈ જે પટેલ, શૈલેષભાઈ જે પટેલ, સુલોચનાબેન પટેલ, ગીતાબેન પટેલ, નિશાબેન પટેલ, જીનલબેન પટેલ, ચેતનાબેન પટેલ, લીનાબેન પટેલ, ઉષાબેન પટેલ, નિધીબેન પટેલ, દીપીકાબેન પટેલ ઉપરોક્ત તમામ રહે. ગાબટ અને રોહિતભાઈ પટેલ રહે. સુંદરપુરા બાયડ

અન્ય સમાચારો પણ છે...