વિરોધ:બાયડના રણેચી ગ્રા.પં.માં વિકાસકામોને લઈ ફરી વિરોધ

બાયડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે ચાર્જ લેતાં ડેપ્યુટી સરપંચે ટોળા સાથે સરપંચ વિરુદ્ધમાં બાયડ ટીડીઓને આવેદન આપ્યું

બાયડ તાલુકામાં આવેલી રણેચી ગ્રામ પંચાયત અવારનવાર વિવાદમાં રહેતી આવે છે રણેચી ગ્રામ પંચાયતમાં વિકાસના કામો તુરંત જ સ્થગિત કરવા માટે ડેપ્યુટી સરપંચ સહિત ગ્રામજનોએ બાયડ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી માગણી ઉઠાવી છે આ અંગે મળેલ વિગતો મુજબ બાયડ તાલુકાની રણેચી ગ્રામ પંચાયતમાં સરપંચ ભરતભાઈ પટેલને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભ્રષ્ટાચારને લઈ કલમ 57 (૧ ) મુજબ સરપંચના હોદ્દા ઉપરથી દૂર કરી દીધા હતા ત્યારે વિકાસ કમિશનરની કચેરીએ જિલ્લા વિકાસ અધિકારીના ઓર્ડરનો સ્ટે ઓર્ડર આપી સરપંચને પુનઃ ચાર્જ આપી દીધો છે.

ત્યારે આ વિવાદ હવે શમવાનું નામ લેતો નથી. બુધવારના રોજ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ નટવરભાઈ ચમારએ ગ્રામજનોને સાથે રાખી ગામમાં વિકાસના કામો તુરંત જ સ્થગિત કરવા માટે માગણી ઉઠાવી છે. તેઓએ જણાવ્યું કે પંચાયતના સરપંચને વિકાસના અનેક કામોમાં ભ્રષ્ટાચારને લઈ સરપંચ પદ ઉપરથી દૂર કરવામાં આવ્યા હતા.હવે જો વિકાસના કામ થાય તો ભ્રષ્ટાચારની આશંકા રહેલી છે જેથી તુરંત જ વિકાસના કામો છેલ્લો નિર્ણય ન આવે ત્યાં સુધી સ્થગિત કરવા માટે બાયડ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠયુ હતું. રણેચી ગ્રામ પંચાયતમાં આ ઘટના સમયમાં જો અને તોની સ્થિતિ સર્જાય તેવી પ્રબળ શકયતાઓ ઊભી થઈ છે હાલમાં આ આવેદન ને લઈ મામલો વધુ ગરમાઇ ગયો છે.

પંચાયતના વર્ક ઓર્ડર સ્થાપિત કરવા માટે માંગ
રણેચી ગ્રામ પંચાયતના રાકેશભાઈ ભીખાભાઈ પટેલે જણાવ્યું ક 200 જેટલા ગ્રામજનોએ બાયડ તાલુકા વિકાસ અધિકારીને જણાવ્યું કે હાલમાં લાખો રૂપિયાના વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે. ભૂતકાળમાં સરપંચ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ હોય તુરંત જ આ વર્ક ઓર્ડર સ્થગિત કરવા માટે માગણી ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...